VADODARA : જીમ સંચાલક બરાબરનો ભેરવાયો
VADODARA : વડોદરાની ઇમીગ્રેશન કંપની (IMMIGRATION COMPANY) દ્વારા વિદેશમાં ઠરીઠામ થવાની લાલચ આપીને જીવ સંચાલક યુવક પાસેથી મોટી રકડ પડાવી લીધી (VISA FRAUD) હોવાનો કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો છે. ઠગ દ્વારા કેનેડિયન ડોલરમાં પૈસા લેવામાં આવ્યા હતા. આખરે ફાઇલ બેન થયાનું સામે આવતા ઉંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં ઇમીગ્રેશન કંપની પાસે કોઇ લાયસન્સ ન હોવાનું અને તેમના દ્વારા આપવામાં આવેલા ડોક્યૂમેન્ટ્સ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. આખરે સમગ્ર મામલે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ફેમીલી સાથે કેનેડામાં કાયમી વસવાટનું જણાવ્યું
અકોટા પોલીસ મથકમાં ચિરાગ મહેન્દ્રકુમાર પટેલ (રહે. વલ્લભ વિદ્યાનગર, મહીવાસ, આણંદ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓના દુરના સંબંધી કેનેડામાં રહે છે. તેના થકી વડોદરામાં આવેલી આર.એમ. ઇમીગ્રેશનના માલિક રોનક સુનિલકુમાર શાહ અને ભાગીદાર મિત વિમલકુમાર પાઠકને ફ્રેબ્રુઆરી - 2022 માં મળવાનું થાય છે. તેઓ જણાવે છે કે, તમે એકલા જાવ છો, તેના કરતા ફેમીલી સાથે કેનેડામાં કાયમી વસવાટ કરો તે પ્રમાણેનું કામ કરી આપીશું. જેનો અંદાજીત ખર્ચ 65 હજાર કેનેડિયન ડોલર (રૂ. 40.30 લાખ) જણાવામાં આવે છે. વિશ્વાસ આવતા દસ્તાવેજો આપીને ઇમીગ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. તેઓએ જણાવ્યું હતું કે, નોમીનેશન લેટર આવે એટલે 65 હજાર કેનેડિયન ડોલર ચુકવવાના રહેશે.
એક ડોલરે બે રૂપિયાનું કમિશન
જુલાઇ - 2022 માં તેમના પત્નીના નામનો જોબ ઓફર લેટર આપ્યો હતો. અને તેના થોડાક સમય બાદ પત્નીના નામને નોમીનેશન લેટર પણ આવી ગયો હતો. જે બાદ તેમણે જણાવ્યું કે, 65 હજાર કેનેડિયન ડોરલ જો રૂપિયામાં ચુકવશો તો એક ડોલરે બે રૂપિયાનું કમિશન ચુકવવાનું રહેશે. અને તો કેનેડામાં ડાયરેક્ટ ચુકવશો તો ફક્ત 65 હજાર કેનેડિયન ડોલર જ ચુકવવાના રહે. જેથી તેમણે અમદાવાદની યુ.આઇ.સી. ઇમિગ્રેશન કંપનીના ભાગીદારો કૌશલ પટેલસ અને ગૌરવ પટેલને 65 હજાર કેનેડિયન ડોલર આપી દેવા જણાવ્યું હતું.
કાર વેચી, સંબંધીઓ પાસેથી પૈસાની વ્યવસ્થા કરી
જે બાદ કેનેડામાં કૌશલ પટેલના હાથોહાથ 30 હજાર કેનેડિયન ડોલર આપવામાં આવ્યા હતા. જેની ખરાઇ કરવા વોટ્સએપ મેસેજ પણ મેળવ્યો હતો. ઓગષ્ટ - 2022 માં નોમીનેશન લેટરની કાર્યવાહી ચાલુ રાખવા માટે રોનક શાહ અને મિત પાઠક આણંદ જીમ પર આવ્યા હતા. અને જણાવ્યું કે, બાકીના રૂપિયા રોકડા કરી આપો. જેથી તે પૈસા ઇમીગ્રેશન કંપની યુસીઆઇઇ ઇમીગ્રેશનના ભાગીદાર ગૌરવ પટેલને ચુકવી શકીએ. જેથી તેઓ કાર વેચી, સંબંધીઓ પાસેથી વ્યવસ્થા કરી રૂ. 10 લાખ રોકડા ચુકવી આપે છે. જે બાદ રોનક શાહ અને મિત પાઠક તમામ ડોક્યૂમેન્ટ્સ પર દંપતિની સહી લે છે. જે બાદ બેંકમાં દાગીના ગીરવે મુકીને અથવા અન્ય રીતે વ્યવસ્થા કરીને ટુકડે ટુકડે રૂપિયા ચુકવવામાં આવ્યા હતા. જે બાદ જાન્યુઆરી - 2023 માં જાણવા મળ્યું કે, દંપતિની ફાઇલને બે વર્ષ માટે બેન કરી છે. ત્યાર બાદ તપાસ કરતા જાણવા મળ્યું કે, આર. એમ. ઇમીગ્રેશન પાસે વિદેશ મોકલવાનું કાયદેસરની લાયસન્સ નથી. તેમણે આપેલા તમામ ડોક્યૂમેન્ટ્સ બનાવટી હોવાની પાછળથી પુષ્ટિ થઇ હતી.
4 સામે ફરિયાદ
આખરે 65 હજાર કેનેડિયન ડોલરની ઠગાઇ મામલે રોનક સુનીલકુમાર શાહ (રહે. મીરા સોસાયટી, વડોદરા), મિત વિમલકુમાર પાઠક (રહે. આદિત્ય હાઇટ્સ, વાઘોડિયા) ગૌરવભાઇ રમેશભાઇ પટેલ (રહે. અક્ષર પ્રથમ, સિલ્વર સ્ટાર હોલની બાજુમાં, અમદાવાદ) અને કૌશલ પટેલ (રહે. કેનેડા) સામે અકોટા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે તમામને દબોચી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
આ પણ વાંચો -- VADODARA : વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર સોમવારે ફોર્મ ભરશે