Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં બે ફરિયાદ નોંધાઇ

VADODARA : વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ (AKOTA - DANDIA BAZAR BRIDGE) પર ગફલતભરી ઝડપે કાર હંકારીને અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું છે. ઘટના સ્થળે તપાસ કરતા કારમાંથી શંકાસ્પદ પીણું ભરેલી બોટલ મળી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા...
vadodara   અકોટા દાંડિયા બજાર બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં બે ફરિયાદ નોંધાઇ

VADODARA : વડોદરાના અકોટા-દાંડિયા બજાર બ્રિજ (AKOTA - DANDIA BAZAR BRIDGE) પર ગફલતભરી ઝડપે કાર હંકારીને અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત નિપજ્યું છે. ઘટના સ્થળે તપાસ કરતા કારમાંથી શંકાસ્પદ પીણું ભરેલી બોટલ મળી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને પોલીસ દ્વારા અકોટા પોલીસ મથક (AKOTA POLICE STATION) માં બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ કાર ચાલક ઇજાગ્રસ્ત હોવાથી તે સારવાર હેઠળ છે, આવનાર સમયમાં તેની ધરપકડ કરીને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

આઇપીસી 304 મુજબ ગુનો નોંધવામાં આવ્યો

સમગ્ર ઘટનાને લઇ ACP જણાવે છે કે, ગતરાત્રે સાડા બાર થી પોણા એક વાગ્યાના આરસામાં અકોટા દાંડિયાબજાર બ્રિજ પર કલ્પ કનકભાઇ પંડ્યાએ બલેનો કાર પુર ઝડપે ચલાવી બ્રિજ પર બઠેલા આકાશ રાહેશભાઇ ચોમલ, આસ્થા નયનભાઇ પરીખ, અને પ્રિતી રાજેન્દ્રભાઇ શર્મા સાથે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતની ઘટનામાં આકાશ રાકેશભાઇ ચોમલને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજતા અકોટા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાબતે આઇપીસી 304 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. કારમાંથી નશાકારક પ્રવાહી ભરેલી બોટલ મળી આવી હોવાથી તે સંદર્ભે વધુ ગુનો નોંધવામાં આવ્યો છે. કારમાંથી મળેલી બોટલોની એફએસએલ થકી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તેમના રિપોર્ટ અનુસાર વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કાર ચાલક યુવકની પ્રાથમિક મેડિકલ તપાસમાં નશો કર્યો હોય તેમ જણાઇ આવતું નથી. છતાં તેના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેને એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

માંજલપુરથી જમીને તેઓ નિકળ્યા

વધુમાં એસીપી તેઓ જણાવે છે કે, પોલીસનું પેટ્રોલિંગ ચાલું છે. કાર પલટી ખાઇ જતા તેને ઇજાઓ પહોંચતા હાલ ચાલક સારવાર હેઠળ છે. તેની સાથે કારમાં મહિલા હતા. તે તેની ફિયાન્સ હતી. તેને ઇજાઓ નથી પહોંચી. કાર ચાલક ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું હાલ તબક્કે સામે આવ્યું નથી. આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આરોપીની પુછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, માંજલપુરથી જમીને તેઓ નિકળ્યા હતા.

Advertisement

એક જ પોલીસ મથકમાં બે ફરિયાદ નોંધાઇ

વડોદરાના અકોટા દાંડિયા બજાર ઓવર બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં બે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પ્રથમ ફરિયાદમાં બ્રિજની સાઇડમાં ટુ વ્હીલર પર બેઠેલા યુવક-યુવતિ પર કાર અથાડી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આસ્થા પરીખ અને પ્રિતી શર્માને ગંભીર ઇજાગ્રસ્ત અને આકાશ ચોમલને ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવનાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો બીજી ફરિયાદ અનુસાર, અકસ્માત સર્જનાર બલેનો કારમાં 700 મિલી ઇંગ્લીશ દારૂ ભરેલી પ્લાસ્ટીકની બોટલ રાખવા બદલ કલ્પ પંડ્યા અને સૃષ્ટિ દેસાઇ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : ટ્રાફિક પોલીસના જવાનોને ગરમીથી બચાવતું AC હેલમેટ

Advertisement

Tags :
Advertisement

.