Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ડિફેન્સ એરક્રાફ્ટના કંપની યુનિટનું કાર્ય પુરજોશમાં જારી

VADODARA : વડોદરામાં ડિફેન્સ માટે એરક્રાફ્ટ બનાવવાની કંપની (C-295 Aircraft Manufacturing Facility in Vadodara) નો પાયો વડાપ્રધાન મોદીએ નાંખ્યો હતો. જેનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ બાંધકામ (TATA AIRCRAFT COMPLEX - VADODARA )...
vadodara   ડિફેન્સ એરક્રાફ્ટના કંપની યુનિટનું કાર્ય પુરજોશમાં જારી

VADODARA : વડોદરામાં ડિફેન્સ માટે એરક્રાફ્ટ બનાવવાની કંપની (C-295 Aircraft Manufacturing Facility in Vadodara) નો પાયો વડાપ્રધાન મોદીએ નાંખ્યો હતો. જેનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ બાંધકામ (TATA AIRCRAFT COMPLEX - VADODARA ) જમીન સ્તરથી ઉપર સુધી થતું જોઇ શકાય છે. આ કંપની કાર્યરત થતા દેશમાં વ્યુહાત્મક, અને ક્વોલીટી જોબ ક્રિએશનમાં વડોદરા અગ્રહરોળમાં મુકાશે તે નિશ્ચિત છે. વડાપ્રધાન મોદી જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરે છે, તેનુ ઉદ્ધાટન પણ તેમના જ હસ્તે થાય તેવો રેકોર્ડ છે, વડોદરામાં ડિફેન્સ પ્લેન બનાવવાની કંપનીમાં પણ તે પ્રમાણે થઇ શકે છે.

Advertisement

એક્સપોર્ટને વેગવંતો કરશે

હાલ તબક્કે પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના ખોડિયાર નગર વિસ્તારમાં દેશની પ્રતિષ્ઠિત ટાટા કંપની (TATA AIRCRAFT COMPLEX - VADODARA ) દ્વારા એરબસ સી - 295 એરક્રાફ્ટના ઉત્પાદન માટેનું મોટું યુનિટ તૈયાર થઇ રહ્યું છે. આ એરક્રાફ્ટ યુનિટ વડોદરા સિવાય અન્ય રાજ્યોમાં પણ રોજગારીની તક આપવા માટેનું સાધન બનશે, તેમ સુત્રોએ ઉમેર્યું છે. અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ સંબંધિત પ્રોડક્ટસ બનાવવામાં આવશે. ડિફેન્સ માટે કાર્ગો એરક્રાફ્ટ એસેમ્બલીંગ કમ મેન્યુફેક્ચરીંગ યુનિટ વડોદરામાં આકાર પામી રહ્યું છે. આ યુનિટ દેશની કાર્ગો એરક્રાફ્ટની જરૂરીયાત પુરી કરવાની સાથે એક્સપોર્ટને પણ વેગવંતો કરશે, સાથે જ દેશના વિદેશી હુંડિયામણમાં વધારો કરશે.

Advertisement

આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વનું પગલું

આ એસેમ્બલીંગ કમ મેન્યુફેક્ચરીંગ યુનિટમાં અન્યત્રેથી પાર્ટસ એકત્ર કરીને એરક્રાફ્ટ તૈયાર કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ એસેમ્બલીંગ કમ મેન્યુફેક્ચરીંગ યુનિટને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દેશને ડિફેન્સ ઉત્પાદનોમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું સાબિત થશે. સુત્રો જણાવી રહ્યા છે કે, સાથે જ હેલીકોપ્ટર સંબંધિત પણ મહત્વની કામગીરી આ યુનિટમાં થાય તે પ્રકારે  કંપની દ્વારા એમઓયુ પણ કર્યા છે.

દિવસ-રાત કામગીરી

સુત્રોએ ઉમેર્યું કે, આ પ્લાન્ટ ઉભો કરવા માટે દિવસ-રાત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી જે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરે છે, તેનુ ઉદ્ધાટન પણ તેમના જ હસ્તે થાય તેવો રેકોર્ડ છે, વડોદરામાં ડિફેન્સ પ્લેન બનાવવાની કંપનીમાં પણ તેનું પુનરાવર્તન થઇ શકે છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : એડમિશનની મોસમ ખીલતા જનસેવા કેન્દ્રનો સમય વધારાયો

Tags :
Advertisement

.