Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સેવઉસળની લારીએ જતા રૂ. 40 હજારનું નુકશાન

VADODARA : વડોદરા પાસે સેવઉસળ (SEV USAL) ની લારીએ જતા શખ્સને રૂ. 40 હજારનું નુકશાન પહોંચ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જે બાદ વરણામા પોલીસે (VARNAMA POLICE STATION) આરોપીઓની શોધખોળ કરવા માટે ચક્રોગતિમાન કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ...
vadodara   સેવઉસળની લારીએ જતા રૂ  40 હજારનું નુકશાન

VADODARA : વડોદરા પાસે સેવઉસળ (SEV USAL) ની લારીએ જતા શખ્સને રૂ. 40 હજારનું નુકશાન પહોંચ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જે બાદ વરણામા પોલીસે (VARNAMA POLICE STATION) આરોપીઓની શોધખોળ કરવા માટે ચક્રોગતિમાન કર્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ ઘટનામાં વાહન માલિકની પણ બેદરકારી સામે આવી છે. જે જોતા સામાન્ય લોકોએ આ બેદરકારી ટાળી નુકશાનથી બચી શકે છે.

Advertisement

એક્ટીવાને નજીકમાં મુક્યું

વરણામા પોલીસ મથકમાં પ્રકાશકુમાર વલ્લભભાઇ વણકર (ઉં. 36) (રહે. મોટા ફોફળિયા, શિનોર) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ વર્ષ 2022 ના મો઼ડલની એક્ટીવા ધરાવે છે. 23, જાન્યુઆરી, 2024 ના રોજ સવારે આઠ વાગ્યે તેઓ ઘરેથી વડોદરા ફરવા જવા માટે નિકળ્યા હતા. અને વાઘોડિયા ચોકડી થઇને પરત ફરી રહ્યા હતા. ત્યારે ખટંબા વાધોડિયા રોડ પર બ્રિજથી થોડે આગળ સેવઉસળની લારી જોઇને તેઓ ખાવા ગયા હતા. અને એક્ટીવાને નજીકમાં મુક્યું હતું. તેવામાં એક્ટીવાની ચાવી તેમાં જ હતી.

આજુબાજુમાં પુુછપરછ કરી

નાસ્તો કરીને પરત ફરતા એક્ટીવા તેની જગ્યા પર ન હતી. જે બાદ તેઓ આ અંગે આજુબાજુમાં પુુછપરછ કરી, પણ કોઇ એક્ટીવા અંગે કંઇ જાણતું ન હતું. જે બાદ તેઓ ઘરે આવી જાય છે. પરંતુ એક્ટીવાના બપ્તા બાકી હોવાથી લોનવાળા તેની પાસે ઉઘરાણી કરે છે. જેથી તેઓ એક્ટીવા ચોરી થયાનું જણાવે છે. જે બાદ ઉઘરાણી કરનાર એક્ટીવાની ચોરી અંગેની ફરિયાદની માંગ કરે છે. આખરે એક્ટીવા ચોરીની ફરિયાદ વરણામા પોલીસ મથકમાં નોંધવામાં આવે છે.

Advertisement

કાર્યવાહી તેજ કરવામાં આવી

ઉપરોક્ત મામલે વરણામા પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે ચોરને પકડી પાડવા માટેની કાર્યવાહી તેજ કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ફરિયાદમાં એક્ટીવાની અંદાજીત કિંમત રૂ. 40 હજાર આંકવામાં આવી છે.

સંજોગો ટાળી શકાય

અત્રે ઉલ્લેખનીય છે કે, એક્ટીવા ચાલકે તેમાં જ ચાવી મુકીને જમવા ગયાનું ફરિયાદમાં ધ્યાને આવી રહ્યું છે. આ સંજોગોમાં કોઇ પણ અજાણી વ્યક્તિ માટે એક્ટીવા લઇ જવું સરળ બને. એક્ટીવામાં જ ચાવી રાખવાની ભુલ ન કરીએ તો આ પ્રકારના સંજોગો ટાળી શકાય છે. અને પોતાની વસ્તુ ગુમ થવાથી બચી શકાય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કારની ટક્કરે જીવનનો આખરી વળાંક

Tags :
Advertisement

.