Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : ટ્રાફિક પોલીસના જવાનોને ગરમીથી બચાવતું AC હેલમેટ

VADODARA : વડોદરા ટ્રાફિક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા જવાનોને એસી હેલમેટ (AC HELMETS ) આપવામાં આવ્યા છે. જેના કારણે ધોમધખતી ગરમીમાં ટ્રાફિક જવાનો આરામદાયક રીતે પોતાની ફરજ નિભાવી શકે છે. ગુજરાતમાં અમદાવાદ બાદ વડોદરામાં ટ્રાફિક પોલીસના જવાનોને આ પ્રકારે...
vadodara   ટ્રાફિક પોલીસના જવાનોને ગરમીથી બચાવતું ac હેલમેટ

VADODARA : વડોદરા ટ્રાફિક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા જવાનોને એસી હેલમેટ (AC HELMETS ) આપવામાં આવ્યા છે. જેના કારણે ધોમધખતી ગરમીમાં ટ્રાફિક જવાનો આરામદાયક રીતે પોતાની ફરજ નિભાવી શકે છે. ગુજરાતમાં અમદાવાદ બાદ વડોદરામાં ટ્રાફિક પોલીસના જવાનોને આ પ્રકારે એસી હેલમેટ આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ ગણતરીના જવાનોને એસી હેલમેટ આપવામાં આવ્યા છે, બીજા તબક્કામાં વધુ ટ્રાફિક પોલીસના જવાનોને એસી વાળા હેલમેટ આપવામાં આવનાર હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

ટ્રાફિક પોલીસના જવાનોનું કામ કરવું સરળ બન્યું

રાજ્યના અનેક શહેરોને સ્માર્ટ સિટી (SMART CITY VADODARA) ની તર્જ પર ડેવલપ કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે જ લોકોની સુખ-સુવિધા માટે ટેકનોલોજીનો ઉપયોગ વધુમાં વધુ કરવામાંં આવી રહ્યો છે. તો બીજી તરફ શહેર પર નજર રાખવા માટે ટેકનોલોજીથી સજ્જ કમાન્ડ એન્ટ કંટ્રોલ સેન્ટર (COMMAND AND CONTROL CENTER) કાર્યરત કરવામાં આવ્યું છે. પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર ફરજ બજાવતા લોકો માટે તે પ્રમાણે સુવિધાઓ સજ્જ થઇ શકી નથી. આ વાત છેલ્લા કેટલાક સમય સુધી શહેરની હકીકત હતી, પરંતુ હવે તે બદલાઇ છે. તાજેતરમાં વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા જવાનોને ખાસ તૈયાર કરેલા એસી વાળા હેલમેટ આપ્યા છે. જેને લઇને હાલ ધોમધખતી ગરમીમાં ટ્રાફિક પોલીસના જવાનોનું કામ કરવું સરળ બન્યું છે.

Advertisement

એસી હેલમેટમાં બે ડિવાઇઝ આવે છે

સુત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ આ પ્રકારના એસી હેલમેટ અમદાવાદ ટ્રાફિક પોલીસના જવાનોને આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ વડોદરામાં આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ એસી હેલમેટને રીચાર્જ કરી શકાય તેવા હોય છે. એસી હેલમેટમાં બે ડિવાઇઝ આવે છે, માથે પહેરવા માટેનું હેલમેટ અને તેને સપોર્ટ મળે તેવું કમર પર બાંધી શકાય તેવું બીજુ યુનિટ. બીજા યુનિટની મદદથી એસી હેલમેટનું તાપમાન બદલી શકાય છે.

બીજા તબક્કામાં વધુ એસીવાળા હેલમેટ અપાશે

વધુમાં સુત્રોએ ઉમેર્યું કે, એસી હેલમેટ તૈયાર કરવામાં અમદાવાદની વિશ્વ પ્રસિદ્ધ આઇઆઇએમ (IIM AHMEDABAD) ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થીઓનો મોટો ફાળો રહેલો છો. આઇઆઇએમ ઇનોવેશન્સ (IIM INNOVATION) અંતર્ગત આ હેલમેટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. વડોદરામાં અસંખ્ય જવાનો આ હેલમેટ પહેરીને ગરમીમાં પણ સરળતાથી પોતાની ટ્રાફિક પોલીસની ફરજ બજાવી રહ્યા છે. બીજા તબક્કામાં વધુ ટ્રાફિક પોલીસ જવાનોને હેલમેટ આપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : 80 ફૂટ ઉંડા કુવામાંથી મૃતદેહનું રેસ્ક્યૂ

Tags :
Advertisement

.