VADODARA : NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે CBI તપાસની માંગ
VADODARA : વડોદરામાં કોંગ્રેસ સાથે જોડાયેલી એનએસયુઆઇ (NSUI) દ્વારા આજે NEET (The National Eligibility-cum-Entrance Test) પરીક્ષામાં ગેરરીતિ મામલે વિરોધ પ્રદર્શન કર્યું છે. વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરો દ્વારા મામલાની તપાસ સીબીઆઇને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. શહેરના સયાજીગંજથી કાલાઘોડા તરફ જવાના માર્ગ પર એનએસયુઆઇના કાર્યકર્તાઓ દવારા વિરોધ કરવામાં આવતા પોલીસે અટકાયતી પગલાં લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ગેરરીતિ સામે આવતા NTA સામે સવાલો ઉઠવા પામ્યા છે.
હાથમાં બેનરો રાખીને વિરોધ
દેશભરમાં NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિ ચર્ચાનો વિષય બની છે. તો સામે પક્ષે સરકાર દ્વારા પણ મામલો સામે આવતા સઘન પગલાં ભરવામાં આવી રહ્યા છે. NEET પરીક્ષા લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આપતા હોવાના કારણે વ્યાપક લોકરોષ જોવા મળી રહ્યો છે. તેવામાં આજે કોંગ્રેસ સાથે સંકળાયેલી એનએસયુઆઇ દ્વારા NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એનએસયુઆઇના ગણતરીના કાર્યકર્તાઓ દ્વારા શહેરના સયાજીગંજથી કાલાઘોડા તરફ જવાના માર્ગ પર હાથમાં બેનરો રાખીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે. સાથે જ સમગ્ર મામલે તપાસ સીબીઆઇને સોંપવાની માંગ કરવામાં આવી છે.
અટકાયતી પગલા લેવામાં આવ્યા
વિરોધ બાદ પોલીસ આવી જતા એનએસયુઆઇના વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. વડોદરા એનએસયુઆઇ દ્વારા તાજેતરમાં એમ એસ યુનિમાં બેઠકોને લઇને આંદોલન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે વિરોધ સામે આવ્યો છે.
આ પણ વાંચો -- NEET Scam : પંચમહાલ પોલીસનો મોટો ઘટસ્ફોટ! કહ્યું – ગોધરા સેન્ટર પરથી પેપર લીક થયાની વાત..!