સુરતમાં ફરી MD ડ્રગ્સ સાથે બે પકડાયા,11.560 ગ્રામ ડ્રગ્સ જપ્ત
સુરત શહેરમાંથી ફરી MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં રૂપિયા 1.15 લાખના MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. તેમાં વાળિવાલા કોમ્પ્લેક્ષ નજીકથી શખ્સ ઝડપાયો છે. જેમાં ગાંધીનગર નાર્કોટિક્સ CID ક્રાઇમે પકડી પાડ્યો છે.
રૂપિયા 1.15 લાખનું 11.560 ગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી મોહમ્મદ શકીલ મુસ્તાક બંગલાવાલાની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ મહિનાથી ભાઠેનાના જુનેદ શૈખ પાસેથી ડ્રગ્સ લેતો હતો. ચોક બજારના વાળિવાલા કોમ્પ્લેક્સ નજીકથી આરોપી પકડાયો છે. આરોપી અડાજણ પાટિયા સ્થિત ફિરદૌસ ટાવરમાં રહે છે. છેલ્લા ત્રણ મહિનાથી ભાઠેના જુનેદ શૈખ પાસેથી ડ્રગ્સ લેતો હતો અને ભાઠેના લાવતો હતો અને ત્યાર બાદ પોતાના ગ્રાહકને ડ્રગ્સ વેચી નાખતો હતો.
ગુજરાતમાંથી પકડતા ડ્રગ્સ અંગે હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું
તાજેતરમાં જ ગુજરાતમાંથી પકડતા ડ્રગ્સ અંગે ફરી એકવાર રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું હતુ. તેમણે જણાવ્યું હતું કે ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા માટે પોલીસે દશેરા સુધી રાહ જોઈ નથી. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના અનેક શહેરોમાંથી ડ્રગ્સરૂપી રાવણને પકડવાની અને સળગાવવાની કામગીરી કરી છે.
ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે એક જંગ છેડી દીધી છે: હર્ષ સંઘવી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે એક જંગ છેડી દીધી છે. ડ્રગ્સને સંપૂર્ણરીતે સાફ કરીને જ આ જંગ બંધ કરીશું તેવી હું બધાને ખાતરી આપું છું. ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું. તો અસામાજિક તત્વોને પણ હર્ષ સંઘવીએ કાયદામાં રહેવાની ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકોએ કાયદામાં જ રહેવું પડશે અને કાયદાની બોર્ડરને કોઈ ઓળંગશે તો જરૂરથી નુકસાન થશે. એટલે આ વર્ષે પણ હું કહું છું કે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. કાયદો તોડનાર દરેકને જ્યાં સુધી સજા ન થયા ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે
આ પણ વાંચો -શામળાજીના અસાલ GIDCમાં લાગેલી આગ છેલ્લા 27 કલાકથી યથાવત