Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TV Fraud: ઑનલાઈન ઑર્ડર કરતા પહેલા રહેજો સાવધાન, એકસાથે 147 TV નું કૌભાંડ આવ્યું સામે

TV Fraud: ફરી એકવાર રાજ્યમાં ઓનલાઈન ખરીદીના મામલામાં છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. આ કેસને લઈ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 147 TV ને લઈ કૌભાંડ કરવામાં આવ્યું કંપનીના Driver, PA અને Supervisor ની સંડોવણી હતી બાકીના 7...
tv fraud  ઑનલાઈન ઑર્ડર કરતા પહેલા રહેજો સાવધાન  એકસાથે 147 tv નું કૌભાંડ આવ્યું સામે

TV Fraud: ફરી એકવાર રાજ્યમાં ઓનલાઈન ખરીદીના મામલામાં છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. આ કેસને લઈ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

  • 147 TV ને લઈ કૌભાંડ કરવામાં આવ્યું
  • કંપનીના Driver, PA અને Supervisor ની સંડોવણી હતી
  • બાકીના 7 આરોપીઓની હજુ શોધખોળ ચાલુ

મળતી માહિતી મુજબ અમદાવાદ નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવાલે ફરિયાદ અનુસાર ફરિયાદી રાકેશ દશરથ ભાઈ પટેલે વેલેક્સ લોજિસ્ટિક પ્રા.લી. કંપનીના મેનેજરે આ કૌભાંડની જાણ થઈ હતી. ત્યારે તાત્કાલિક નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. કંપની દ્વારા 147 TV Amazon પર ઓર્ડર કર્યા હતા.

કંપનીના Driver, PA અને Supervisor ની સંડોવણી હતી

TV Fraud

TV Fraud

Advertisement

જોકે આ તમામ 147 TV જુના TV બોક્સમાં ફીટ કરી પરત મોકલી આપવામાં આવ્યા હતા. Online Order કેન્સલ કરી ઓરીજનલ TV ની જગ્યા પર ડેમેજ અને સસ્તા TV મૂકતા આખી ઘટના પ્રકાશમાં આવી હતી. ઑનલાઇન એમેઝોન પરથી ઓર્ડર કરેલા 97 લાખ 62 હાજરના 147 TV પણ ઝડપાયા હતા. આ ઘટનામાં ખાસ તેમની કંપનીના Driver, PA અને Supervisor ની સંડોવણી હતી. કંપનીના સ્ટાફના લોકો એમેઝોનમાંથી TV મંગાવતા હતા. ત્યારબાદ ગોડાઉનમાંથી ડિલિવરી માટે જાય, ત્યારે રસ્તામાં નવું TV કાઢી અને જૂનું TV ફીટ કરતા અને એમેઝોનમાં રિટર્ન કરતા હતા.

બાકીના 7 આરોપીઓની હજુ શોધખોળ ચાલુ

25 દિવસમાં તપાસ કરતા 106 TV ના મોડેલ અને બ્રાન્ડ અલગ નીકળ્યા હોવાનું માલૂમ પડ્યું હતું. આ બાબતે ફરિયાદ થતા નારોલ પોલીસે ડિલિવરી કામ સાથે સંકળાયેલા કુલ 10 લોકો સામે ફરિયાદ નોધી છે. તેમાંથી ૩ આરોપી પકડાયા છે. બાકીના 7 આરોપીઓની હજુ તપાસ અને શોધખોળ ચાલુ છે. જોકે આ આરોપી દ્વારા વધુ કેટલા કૌભાંડ થયા છે, તે વિગત પણ સામે આવી શકે છે.

Advertisement

અહેવાલ સચિન કડિયા

આ પણ વાંચો: Ahmedabad West Lok Sabha : ભાજપ માટે ગઢ સમાન બેઠક

આ પણ વાંચો: Gujarat First Reality Check : રાજકોટમાં આરોગ્ય વિભાગની લાલિયાવાડી! લાઇસન્સ વિનાનું સીલ કરેલું ચણા જોર યુનિટ ફરી ધમધમતું થયું

આ પણ વાંચો: જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકારી કર્મચારીઓનું આંદોલન

Tags :
Advertisement

.