Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સંચાલકોની ચાલાકી! Entry વખતે લોકો પાસે આ ફોર્મ પર કરાવતાં હતાં સહી

TRP Game Zone Entry Form: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ, અત્યારે રાજકોટ સહિત ગુજરાતના ખૂણે-ખૂણે શોકની લહેર પ્રસરી છે. તો સરકારે TRP Game Zone માં થયેલા અગ્નિકાંડના તમામ આરોપીઓને પકડી પાડવા માટે ઘમઘમાટ...
સંચાલકોની ચાલાકી  entry વખતે લોકો પાસે આ ફોર્મ પર કરાવતાં હતાં સહી

TRP Game Zone Entry Form: રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP Game Zone માં થયેલા અગ્નિકાંડને લઈ, અત્યારે રાજકોટ સહિત ગુજરાતના ખૂણે-ખૂણે શોકની લહેર પ્રસરી છે. તો સરકારે TRP Game Zone માં થયેલા અગ્નિકાંડના તમામ આરોપીઓને પકડી પાડવા માટે ઘમઘમાટ શરૂ કર્યો છે.

Advertisement

  • TRP Game Zone ના માલિકોએ બચાવ વિકલ્પ તૈયાર રાખેલો

  • પ્રવેશ પહેલા એર ફોર્મ પર સાઈન કરાવવામાં આવતા

  • 6 લોકોની સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી

તે ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્રીય સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને સહાય પૂરી પાડવામાં આવી છે. તેની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ના આદેશને લઈ TRP Game Zone અગ્નિકાંડ માટે SIT ટીમની નિમણૂક કરવામાં આવી છે. તેની સાથે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghavi) એ રાજકોટ Police અને વહીવટ તંત્રને 72 કલાકની અંદર સમગ્ર ઘટનાના મામલે રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: રાજકોટમાં થયેલા અગ્નિકાંડને લઈ તક્ષશિલા અગ્નિકાંડમાં હોમાયેલા બાળકોના પરિવારજનો થયા એકત્રિત

Advertisement

પ્રવેશ પહેલા એર ફોર્મ પર સાઈન કરાવવામાં આવતા

પરંતુ TRP Game Zone અગ્નિકાંડને લઈ ચોંકાવનાર માહિતી સામે આવી છે. આ માહિતી પરથી એવું સાબિત થાય છે કે, TRP Game Zone માં કામ કરતા સત્તાધિશોએ આવી કોઈ ઘટના બને, ત્યારે સરળતાથી કાયદાની દ્રષ્ઠિએ બચી શકે તે માટે એક વિકલ્પ તૈયાર કરવામાં આવ્યું હતું. TRP Game Zone ની અંદર જ્યારે પણ કોઈ વ્યક્તિ પ્રવેશે છે, ત્યારે તેની પાસે સૌ પ્રથમ એક ફોર્મ પર હત્તાક્ષર કરાવવામાં આવે છે. આ ફોર્મમાં લખવામાં આવ્યું છે કે, TRP Game Zone ની અંદર ગેમ રમતી વખતે કોઈ પ્રકારની ઈજા પહોંચે કે મોત થાય. તે માટે TRP Game Zone જવાબદાર રહેશે નહીં.

આ પણ વાંચો: છેલ્લા 3 વર્ષથી વેલ્ડીંગનું કામ કર્મચારીઓ પાસેથી કરાવવામાં આવતું હતું : સાગર બગડા

Advertisement

6 લોકોની સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી

જોકે હાલમાં, કુલ 6 લોકોની સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદમાં ધવલ કોર્પોરેશનના માલિક ધવલ ઠક્કર, રેસવે એન્ટરપ્રાઈઝના ભાગીદાર અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, પ્રકાશચંદ હીરન, યુવરાજસિંહ સોલંકી તથા રાહુલ રાઠોડની Police એ ધરપકડ કરી છે.

આ પણ વાંચો: આગ કાબૂમાં આગી શકે તેમ હતી, પરંતુ સ્ટાફ ઘટના સ્થળ પરથી ભાગી ગયો: દેવિકાબા જાડેજા

Tags :
Advertisement

.