Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal અક્ષરમંદિર ખાતે ટ્રાફિક સપ્તાહની કરાઇ ઉજવણી

અહેવાલ - વિશ્વાસ ભોજાણી -ગોંડલ  Gondal : ગોંડલ (Gondal) સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) ખાતે ટ્રાફિક સપ્તાહની (Traffic Week) ઉજવણી પ્રસંગે ડોક્ટર અજયસિંહ જાડેજા દ્વારા લેવાયેલી અકસ્માતોના તસવીરોનું ફોટો પ્રદર્શન તેમજ ટ્રાફિક રથનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના...
gondal અક્ષરમંદિર ખાતે ટ્રાફિક સપ્તાહની કરાઇ ઉજવણી

અહેવાલ - વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Advertisement

Gondal : ગોંડલ (Gondal) સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) ખાતે ટ્રાફિક સપ્તાહની (Traffic Week) ઉજવણી પ્રસંગે ડોક્ટર અજયસિંહ જાડેજા દ્વારા લેવાયેલી અકસ્માતોના તસવીરોનું ફોટો પ્રદર્શન તેમજ ટ્રાફિક રથનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી તેમજ ટ્રાફિક ટ્રેનર અજય સિંહ જાડેજા તેમજ DYSP કે.જી. ઝાલા, R.T.O અધિકારી કેતન ખેપડ, સિટી પી.આઈ એ.સી. ડામોર તથા જે.પી. ગોસાઈ, ટ્રાફિક શાખા ના PSI એચ.વી. ચુડાસમા, PSI જે.એલ. ઝાલા તેમજ નિવૃત R.T.O અધિકારી જે.વી. શાહ સહિતના અધિકારીઓ પોલીસ સ્ટાફ તેમજ ગોંડલ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા

Image preview

Advertisement

ટ્રાફિક રથનું આયોજન કરવામાં આવ્યું

ભારતભરમાં દર વર્ષે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આજે ગોંડલ સ્વામિનારાયણ મંદિર ખાતે ટ્રાફિક વીક ની ઉજવણી પ્રસંગે ડોક્ટર અજયસિંહ જાડેજા દ્વારા લેવાયેલી અકસ્માતોના તસવીરોનું ફોટો પ્રદર્શન તેમજ ટ્રાફિક રથનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી તેમજ ટ્રાફિક ટ્રેનર અજય સિંહ જાડેજા તેમજ DYSP કે.જી. ઝાલા, R.T.O અધિકારી કેતન ખેપડ, સિટી પી.આઈ એ.સી. ડામોર તથા જે.પી. ગોસાઈ, ટ્રાફિક શાખા ના PSI એચ.વી. ચુડાસમા, PSI જે.એલ. ઝાલા તેમજ નિવૃત R.T.O અધિકારી જે.વી. શાહ સહિતના અધિકારીઓ પોલીસ સ્ટાફ તેમજ ગોંડલ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્વામી શ્રીએ લોકોને અકસ્માતથી બચવા માટે મનની શાંતિ અને આધ્યાત્મિક જરૂરી છે તેવું જણાવ્યું હતું

Advertisement

Image preview

અકસ્માત ન થાય તે માટે આપ સૌ આપણી સૌની જવાબદારી છે  : DYSP કે.જી. ઝાલા 

આ પ્રસંગે DYSP કે.જી. ઝાલા એ જણાવ્યું કે દેશ યુવાઓનો છે એટલે યુવાઓને બને એટલા નિયમોનો પાલન કરી અને અકસ્માતથી બચવું જોઈએ વધારે વિગત આપતા જણાવ્યું કે ગોંડલ નેશનલ હાઈવે નજીકનો સીટી છે તો વધારે અકસ્માત ન થાય તે માટે આપ સૌ આપણી સૌની જવાબદારી છે અને નિયમોનું પાલન કરીએ અને અકસ્માતોથી બચીએ છેલ્લા 15 વર્ષથી ટ્રાફિક કાર્ય કરી રહેલા ડોક્ટર અજયસિંહ જાડેજા ને સ્વામીશ્રીએ તેમજ પોલીસ અધિક્ષકે બિરદાવતા કહ્યું હતું કે આપનો આ કાર્ય સરાહનીય છે ટ્રાફિક રથને સ્વામીશ્રી અને પોલીસ અધિક્ષક એ લીલી જંડી આપી અને પ્રસ્થાન કરાયો હતો તેમજ ટ્રાફિક પ્રદર્શન નિહાળ્યું હતું આ પ્રદર્શન સાત દિવસ સુધી રાખવામાં આવશે.

આ  પણ  વાંચો  - Surat: ભંગારની આડમાં સંતાડેલા 12.442 કિગ્રા ગાંજા સાથે 1ની ધરપકડ, 4 વૉન્ટેડ જાહેર

Tags :
Advertisement

.