Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

અમદાવાદના SVPI એરપોર્ટની આ દીવાલ ગુજરાતમાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને કરી રહી છે જીવંત

અમદાવાદમાં સ્થિત સરદાર વલ્લભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આપણા સમૃદ્ધ સંસ્કૃતિક વારસાનો પ્રચાર પ્રસાર કરવામાં ગૌરવ અનુભવે છે ત્યારે એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલના સિક્યુરિટી હોલ્ડ એરિયામાં બનેલી હેરિટેજ વોલ આ જ પરંપરાને આગળ ધપાવી રહી છે.જેમાં ગુજરાતના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાને...
04:50 PM Oct 10, 2023 IST | Hiren Dave

અમદાવાદમાં સ્થિત સરદાર વલ્લભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આપણા સમૃદ્ધ સંસ્કૃતિક વારસાનો પ્રચાર પ્રસાર કરવામાં ગૌરવ અનુભવે છે ત્યારે એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલના સિક્યુરિટી હોલ્ડ એરિયામાં બનેલી હેરિટેજ વોલ આ જ પરંપરાને આગળ ધપાવી રહી છે.જેમાં ગુજરાતના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાને જીવંત પ્રતિબિંબિત કરવામાં આવ્યો છે.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીઝની યાદીમાં સમાવિષ્ટ અમદાવાદ ભારતનું પ્રથમ શહેર છે.SVPI એરપોર્ટ ટર્મિનલ પર મનમોહક કળાપ્રદર્શનમાં ગુજરાતના જીવંત ઇતિહાસ, ખમીરવંતી પ્રજા, ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ, તહેવારો અને વારસાનું નિરુપણ કરવામાં આવ્યું છે.પ્રવાસીઓ 1940ના દાયકામાં અમદાવાદ એરપોર્ટના પ્રારંભિક દિવસોનો આનંદ માણી શકે તેવા દૃશ્યો પણ મૂકવામાં આવ્યા છે. છબીઓમાં ગુજરાતના પનોતા પૂત્ર સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સ્વપ્નદ્રષ્ટાઓ તેના પરિસરને આશીર્વાદ આપતા હોય તેવા અલભ્ય દૃશ્યો પણ સમાવવામાં આવ્યા છે.

અમદાવાદ એરપોર્ટની જૂની તસવીરો વગેરે પણ સામેલ છે.
પ્રદર્શનમાં કચ્છના કુશળ કારીગરોની પરંપરાગત હસ્તકલા લિપ્પન આર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કલાત્મક સ્વરૂપ ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત કરે છે.સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પરથી મુસાફરો હવે 'અમારું ગુજરાત'(આપણું ગુજરાત)ની ભાવનાને ગૌરવ આપતો અનુભવ કરી શકશે.

 

આ  પણ  વાંચો-SURAT : કોસંબા APMC માં ભાજપનો ભગવો લહેરાયો, તમામ 10 ઉમેદવારોનો ભવ્ય વિજય

 

Tags :
AhmedabadArt exhibitionbringing alivecraftGujaratrich cultural heritageRich culture of GujaratSVPI Airport
Next Article