Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમ શહેરના આ રસ્તાઓ આવતીકાલે રહેશે બંધ

Ahmedabad : આવતીકાલે 22 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 દિવસના ગુજરાત પ્રવાસ માટે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં (Ahmedabad ) સૌથી વિશાળ સહકારી સંસ્થાઓના મહાસંમેલનને સંબોધિત કરવા જઈ રહ્યા છે. આ માટે અમદાવાદ પોલીસ (Ahmedabad Police )દ્વારા જાહેરનામું...
અમદાવાદમ શહેરના આ રસ્તાઓ આવતીકાલે રહેશે બંધ

Ahmedabad : આવતીકાલે 22 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 દિવસના ગુજરાત પ્રવાસ માટે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં (Ahmedabad ) સૌથી વિશાળ સહકારી સંસ્થાઓના મહાસંમેલનને સંબોધિત કરવા જઈ રહ્યા છે. આ માટે અમદાવાદ પોલીસ (Ahmedabad Police )દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ ટીથી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે.

Advertisement

ક્યા રસ્તાઓ રહેશે બંધ

Advertisement

આ અંગે અમદાવાદ (Ahmedabad ) શહેર પોલીસે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છેકે, જનપથ ટીથી લઈને નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC 4 રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ 4 રસ્તા થઈ પ્રબોઘરાવળ સર્કલ સુધીના માર્ગ પર અવરજવર કરી શકાશે​​​​​. તેમજ કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે.

Advertisement

ક્યા રસ્તા પર ટ્રાફિકનો સામનો કરવો પડશે

આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરમાં વીવીઆઈપી કાર્યક્રમ હોવાના કારણે વિવિધ રસ્તાઓ પર ટ્રાફિકનો સામનો કરવો પડી શકે છે. જેમાં અમદાવાદ એરપોર્ટ રોડ થી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રોડ તથા એપોલો સર્કલ અને ઈન્દિરા બ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ તરફ જતા રોડ પર પણ આવતીકાલે સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી ટ્રાફિકનો સામનો કરવો પડી શકે છે.

વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ

જેના સાથે જ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છેકે, સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાનો રસ્તો બંધ રહેશે. જનપથ ટીથી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધી રસ્તો બંધ રાખવામાં આવશે. જ્યાં સવારે 10:30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપશે. તેઓ ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા સવા લાખથી વધુ લોકોને સ્ટેડિયમમાં સંબોધન કરશે.

આ  પણ  વાંચો  - Vadodara : લોકસભા ચૂંટણી પહેલા આ પૂર્વ ધારાસભ્યએ કેસરિયો કર્યો ધારણ

Tags :
Advertisement

.