Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી

રાજ્યમાં આગામી 5 દિવસમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તેમજ વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં છૂટોછવાયો વરસાદ રહેશે. 4 દિવસ બાદ દાહોદ, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી છે. તથા અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમરેલી...
10:26 AM Sep 13, 2023 IST | Hiren Dave

રાજ્યમાં આગામી 5 દિવસમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તેમજ વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં છૂટોછવાયો વરસાદ રહેશે. 4 દિવસ બાદ દાહોદ, પંચમહાલમાં સામાન્ય વરસાદની આગાહી છે. તથા અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

અમરેલી અને ગીર-સોમનાથમાં પડી શકે  છે વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જે મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. સુરત, નવસારી, નર્મદા, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગર, અમરેલી તેમજ ગીર-સોમનાથમાં વરસાદની શક્યતા છે. 14 અને 15 સપ્ટેમ્બરે દાહોદ, મહિસાગર, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં વરસાદ પડી શકે છે. 16 સપ્ટેમ્બરે પણ આ તમામ સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

 

ગુજરાતમાં ચોમાસું હજી ઘણું લાંબુ ચાલવાનું છે. એટલે 22મી સપ્ટેમ્બર પછી પણ અનેકવાર વરસાદ પડશે. જેનાથી ચોમાસું પાકને જે પાણીની જરૂર છે તે તો પુરી થશે સાથે ઉનાળું અને શિયાળું પિયત કરી શકે તેટલી વ્યવસ્થા થઇ જાય તેવી શક્યતાઓ છે. વરસાદથી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વંચિત રહ્યા છે અને ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેઓને સંતોષ થશે. ડેમમાં નવા પાણીની આવક થશે. કૂવા અને બોરનાં તળ જે નીચા ગયા છે તે ફરીથી ભરાશે અને નવા પાણી આવશે.

આ  પણ  વાંચો -શાપર – વેરાવળની યુવતીનું અપહરણ કરીને UP માં સામૂહિક દુષ્કર્મ કર્યાના આરોપીઓનો નિર્દોષ છુટકારો

 

Tags :
GujaratIMDMeteorological Departmentrain gujaratstate
Next Article