Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગોંડલમાં ઘરના સભ્યોની હાજરીમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું

અહેવાલ વિશ્વાસ ભોજાણી ગોંડલનાં ભગવતપરામાં રહેતી યુવતીએ સાંજનાં સમયે માતા અને ભાભીની નજર સામે રૂમમાં દોડી જઇ ગળાફાંસો ખાઈ લેતા પરીવાર સહિત ગ્રામ્યજનોમાં શોકનો માહોલ સર્જાણો હતો. આ ઘટાનની પોલીસ પોલીસને જાણ થતાં દોડી આવેલી પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી...
ગોંડલમાં ઘરના સભ્યોની હાજરીમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું
Advertisement

અહેવાલ વિશ્વાસ ભોજાણી

ગોંડલનાં ભગવતપરામાં રહેતી યુવતીએ સાંજનાં સમયે માતા અને ભાભીની નજર સામે રૂમમાં દોડી જઇ ગળાફાંસો ખાઈ લેતા પરીવાર સહિત ગ્રામ્યજનોમાં શોકનો માહોલ સર્જાણો હતો. આ ઘટાનની પોલીસ પોલીસને જાણ થતાં દોડી આવેલી પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી આગળ તપાસ હાથ ઘરી હતી.

Advertisement

જો કે ભગવતપરામાં સગરવાડી સામે રહેતા સગર અરવિંદભાઈ કાળુભાઇ બુટાણીની ૨૩ વર્ષીય પુત્રી નેહાએ સાંજનાં સમયે પોતાનાં રૂમમાં પંખા વડે ચુંદડી બાંઘીને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. નેહા રૂમમાં તેની બે વર્ષની ભત્રીજી ભક્તિ સાથે સુતી હતી. જયારે તેના માતા અને ભાભી ફળીયામાં બેઠા હતા. નેહા ઉઠી રૂમમાંથી બહાર આવી માતા અને ભાભી સાથે ચા પીને રૂમમાં પાછી ગઈ અને ત્યારે આ ઘટના ઘટી હતી. જ્યારે નેહા એ ગળાફાંસો ખાઘો ત્યારે માશુમ ભત્રીજી રૂમમાં સુતી હતી.આ બનેલી ઘટનાંથી ફળીયામાં બેઠેલા તેના માતા અને ભાભી અવાચક બની ગયા હતા.

Advertisement

નેહાનાં પિતા અરવિંદભાઈ ખેતિ કરે છે. તેમના પરીવાર માં મૃતક નેહા સહિત એક પુત્ર છે. કોઈ અગમ્ય કારણોસર નેહાએ ગળાફાંસો ખાઈ લેતા પરીવારમાં રોકકળ મચી જવા પામી હતી. અંત્તે બનાવનાં પગલે એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: એમજી રોડના ઢાળ નજીકની સ્કૂલ ફરી વિવાદમાં, 80 વર્ષના વૃદ્ધ ટ્રસ્ટીએ શિક્ષિકા સાથે કર્યો અભદ્ર વ્યહવાર

Advertisement

.

×