Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Swaine Flu Cases: બેવડી ઋતુને કારણે રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસમાં ધરખમ વધારો

Swaine Flu Cases: રાજ્યમાં ઉનાળા (Summer) ની શરૂઆતમાં બેવડી ઋતુનો માર જોવા મળતો હતો. તો હવે, ઉનાળા (Summer) ની કાળઝાળ ગરમી (Heat Wave) પણ શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ એપ્રીલ-મે માસ પહેલા લોકો સૂર્યના પ્રકપોથી ત્રાહિમામ પોકારી ગયા...
09:42 PM Mar 26, 2024 IST | Aviraj Bagda
Swaine Flu Cases

Swaine Flu Cases: રાજ્યમાં ઉનાળા (Summer) ની શરૂઆતમાં બેવડી ઋતુનો માર જોવા મળતો હતો. તો હવે, ઉનાળા (Summer) ની કાળઝાળ ગરમી (Heat Wave) પણ શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ એપ્રીલ-મે માસ પહેલા લોકો સૂર્યના પ્રકપોથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે ગુજરાત રાજ્ય એક તરફ ગ્રીષ્મ (Summer) ની આગમાં સળગી રહ્યું છે. તો બીજી તરફ સ્વાઈન ફ્લૂ (Swine Flu)ની બીમારી પણ ફરી એકવાર સક્રિય થઈ છે.

ત્યારે ગુજરાતમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂ (Swine Flu) થી સાવચેત રહેવાનો સમય આવી ગયો છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના કેસમાં એકાએક ધરખમ વાધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય સ્વાઈન ફ્લૂ (Swine Flu) ને લઈ ચોથા સ્થાને આવ્યું છે. તો ગુજરાત રાજ્યમાં સૌથી વધુ Ahmedabad શહેરમાંથી સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના કેસ સૌથી વધારે સામે આવ્યા છે.

અત્યાર સુધી કુલ 321 કેસ સ્વાઈન ફ્લૂના આવ્યા

અમદાવાદમાં એક સાથે માર્ચ માસમાં 24 દિવસોની અંદર નવા 173 સ્વાઈન ફ્લૂ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં જાન્યુઆરી માસમાં 40 કેસ અને ફેબ્રુઆરી માસમાં 108 કેસ નોંધાયા હતા. ત્યારે ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષની સરખામણીમાં અત્યાર સુધી કુલ 321 કેસ સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના સામે આવ્યા છે. તો રાજ્યમાં પાણીજન્ય કેસમાં પણ તાજેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો.

રાજ્યમાં કુલ 77 લોકોના મોત

તો ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષ દરમિયાન કુલ 77 લોકોના મોત સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના કારણે થયા છે. જોકે નિષ્ણાત તબીબોના કહ્યા પ્રમાણે બેવડી ઋતુના કારણે સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના કેસમાં એકસાથે વધારો થયો છે. જોકે જેમ કાળઝાળ ગરમી વધશે તેમ સ્વાઈન ફ્લૂ (Swine Flu) ના કેસમાં ઘટાડો જોવા મળશે.

કેવા લોકોએ ખાસ ધ્યાન રાખવું?

પરંતુ હાલના પરિસ્થિતમાં એવા લોકો જેમની રોગપ્રતિકારણ શક્તિ ઓછી છે. તે ઉપરાંત એવા બાળકો, યુવાનો અને વૃદ્ધો જેમને ડાયાબિટીસ છે, તેમજ HIV રોગ, અસ્થમા અને બ્રોન્કાઈટીસના દર્દીઓએ ખાસ સાવધાન રહેવાની જરૂર છે. તેની સાથે ગર્ભવતી મહિલાઓને સ્વાઈન ફ્લૂનો ચેપ જલ્દીથી લાગે છે.

સ્વાઈન ફ્લૂના લક્ષણો

તાવ આવવો, ખાંસી આવવી, ગળામાં તકલીફ થવી, શરીરમાં દર્દ થવું, માથુ દર્દ અને કમકમાટી અનુભવાવી, નબળાઈ લાગવી, કેટલાક લોકોને ઉલટી પણ થાય છે.

આ પણ વાંચો: Gujarat BJP : ઉમેદવારો સામે ઉઠ્યો વિરોધ વંટોળ

આ પણ વાંચો: Gujarat BJP Meeting: 26 લોકસભા બેઠકો માટે BJP નું આ કેવુ પ્લાનિંગ ?

આ પણ વાંચો: VADODARA BJP : લો..હવે વડોદરામાં પણ શરુ થઇ મોકાણ

Next Article