Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surendranagar BJP Candidate: ભાજપના લોકસભા માટે નિયુક્ત કરાયેલા ઉમેદવારનો તળપદા કોળી સમાજ દ્વારા વિરોધ

Surendranagar BJP Candidate: તાજેતરમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ ભાજપ (BJP) દ્વારા પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ યાદીમાં કુલ 111 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા હતા. તેના અંતર્ગત ગુજરાતની બાકી કુલ 6 બેઠકો...
surendranagar bjp candidate  ભાજપના લોકસભા માટે નિયુક્ત કરાયેલા ઉમેદવારનો તળપદા કોળી સમાજ દ્વારા વિરોધ

Surendranagar BJP Candidate: તાજેતરમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ ભાજપ (BJP) દ્વારા પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ યાદીમાં કુલ 111 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા હતા. તેના અંતર્ગત ગુજરાતની બાકી કુલ 6 બેઠકો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

Advertisement

ગુજરાતમાં બાકી કુલ 6 બેઠકો પર નવા ચહેરાને જાહેર કરવામાં આવ્યા

જોકે આ રાષ્ટ્રીય ભાજપ (BJP) સમિતિ દ્વારા ગુજરાતમાં બાકી કુલ 6 બેઠકો પર નવા ચહેરાને જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) દરમિયાન મહેસાણા બેઠક પરથી હરિભાઈ પટેલ, સાબરકાંઠા બેઠક પરથી શોભનાબેન બારૈયા, સુરેન્દ્રનગર બેઠક પરથી ચંદુભાઈ શિહોરા, જુનાગઢ બેઠક પરથી રાજેશભાઈ ચુડાસમા, અમરેલી બેઠક પરથી ભરતભાઈ સુતારિયા અને વડોદરા બેઠક પરથી હેમાગ જોશી મેદાનમાં ઉતાર્યા છે.

ચંદુભાઈ શિહોરાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો

જૈ પૈકી સુરેન્દ્રનગર (Surendranagar) ની બેઠકને લઈ રાજકીય સ્તરે ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે. તેના કારણે ધંધૂકા વિધાનસભા ક્ષેત્રમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સુરેન્દ્રનગરની બેઠક પર પસંદ કરાયેલા ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

ઉમેદવાર ચંદુભાઈ શિહોર ચુંવાળિયા કોળી સમાજમાંથી આવે છે

Surendranagar BJP Candidate

Surendranagar BJP Candidate

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લો 65 ટકા તળપદા કોળી સમાજનો મત ધરાવતો વિસ્તાર છે. ત્યારે સુરેન્દ્રનગર (Surendranagar) માં ચંદુભાઈ શિહોરને આયાતી ઉમેદવાર તરીકે ગણાવી તેમનો Social Mediaના માધ્યમથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેનું મુખ્ય કારણ એ છે ભાજપ (BJP) ના ઉમેદવાર ચંદુભાઈ શિહોર ચુંવાળિયા કોળી સમાજમાંથી આવે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું આગામી દિવસોમાં સુરેન્દ્રનગરના રાજકારણમાં શું વળાંક આવે છે ?

Advertisement

આ પણ વાંચો: Vadtal Lake News: તંત્રની વધુ એક ઘોર બેદરકારી, હરણી લેક બાદ ખેડા જિલ્લાના તળાવમાં વિદ્યાર્થીઓ ડૂબ્યા

આ પણ વાંચો: Padra : તાડી પ્રકરણમાં હત્યા બાદ પણ દારૂના ધંધા ચાલુ, SMC ની રેડ

આ પણ વાંચો: Mehsana : વિસનગરની અનોખી ખાસડા હોળી, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.