Surat :કેન્દ્રીય બજેટ પર હીરા અને ટેક્સ્ટાઇલ ઉદ્યોગકારોની નજર,જણાવી આ અપેક્ષા
અહેવાલ -રાબિયા સાલેહ સુરત
Surat : આજે કેન્દ્રીય બજેટ સૌ કોઈની નજર આજે બજેટ પર રહેશે.નાણામંત્રી દ્વારા બજેટ (Budget) રજૂ કરવામાં આવશે. ત્યારે સૂરતમાં (Surat)આ બજેટને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિહાળવામાં આવશે.બજેટ નિહાળવા માટે મોટી સંખ્યામાં ચેમ્બરના અગ્રણીઓ ડાયમંડ ટેક્સટાઇલ ના ઉદ્યોગકારો ઉપસ્થિત થશે.
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)દ્વારા વચગાળાનું બજેટ જાહેર કરવામાં આવશે.આજે વચગાળાનાં કેન્દ્રીય ઉપર બજેટ, હીરા અને ટેક્સ્ટાઇલ ઉધોગની મીટ મંડાયેલી છે આ સાથે જ સુરત (Surat) નાં સોલાર એનર્જી અને લેબગ્રોન ઉદ્યોગ માટે લાભદાયી જોગવાઈની શક્યતા ઉદ્યોગકારો દ્વારા સેવામાં આવી રહી છે.સોલાર એનર્જી સેક્ટરને પ્રોત્સાહન મળે તો લેબગ્રોન ડાયમંડને સીધો ફાયદો થશે તેવો હિરા ઉધોગકારો એ મત વ્યક્ત કર્યો છે..
લેબગ્રોન ડાયમંડ આવનારા સમયમાં જીવડોરી સમાન છે : વેપારીઓ
બજેટ લઈ હિરા ઉદ્યોગ દ્વારા અનેક આશા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે તેવામાં સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન ક્ષેત્રની જાણીતી પેઢીઓના વેપારીઓએ જણાવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડ આવનારા સમયમાં જીવડોરી સમાન છે અને કારણ લેબગ્રોન ડાયમંડ ગ્રીન ડાયમંડ તરીકે ની પણ ઓળખ ધરાવે છે,પી એમ નરેન્દ્ર મોદી દ્વારા લેબગ્રોન ડાયમંડના વેચાણ અને તેજી માટે વેપાર મળે વેપારીઓમાં ઉત્સાહ વધે તેને લઈ સરકાર પણ પ્રયાસ કરી રહી છે.
હિરા ઉદ્યોગોમાં તેજી આવી શકે છે!
વધુમાં હિરા વેપારીઓ જણાવે છે કે બજેટમાં લેબગ્રોન ડાયમંડ ને લઈ સરળતા રહેવી જોઈએ કારણ કે સૌથી વધુ જરૂરિયાત ઉર્જા ની આ ડાયમંડ માં રહેલી છે.જો કે સોલાર પાવર એનર્જી જનરેશન અને તેમાં પણ વપરાશમાં લેવાતા કોમ્પોનન્ટનું ઉત્પાદન થશે તો હિરા ઉદ્યોગોમાં તેજી આવી શકે છે વેપાર ને વેગ મળી શકે તેવી શક્યતા પણ નકારી નહિ શકાય, મહત્વ નું છે પાવર જનરેશનમાં સરકાર તરફ થી સબસિડી મળે, આ સાથે જ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવામાં સબસિડી મળે તો તેનો સીધો ફાયદો લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોને મળશે તેવી માંગ બજેટ માં કરવામાં આવી છે.ડાયમંડ ઉદ્યોગકારો નું કહેવું છે કે લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકો પોતાના કેપ્ટિવ સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવા ઇચ્છુક છે જેથી જો બજેટમાં સરકાર હિરા વેપારીઓને પોત્સહાં આપે તો ઘણી મદદ વેપારમાં મળી શકે છે..
ગ્રીન એનર્જીને વધુ પ્રોત્સાહન મળે તેવી પણ શક્યતા
જો કે આ બજેટમાં મિશ્રણ પ્રતિસાદ મળી રહ્યા છે,એક બાજુ ટેક્સ્ટાઇલ ઉદ્યોગ અને બીજી બાજુ હીરા ઉદ્યોગ બન્ને એ બજેટ પહેલાજ પોતપોતાની આશા અપેક્ષાઓ વ્યક્ત કરી હતી, તેમ છતાં તેમના માટે બજેટમાં કશું નવીન આવે છે કે કેમ તેની રાહ જોવાઇ રહી છે.સોલાર એનર્જી ઇક્વીપમેન્ટ પ્રોડક્શન અને લેબગ્રોન ડાયમંડ, હીરાના ઉત્પાદન કરતા ઉદ્યોગો વધુ વેગવાન બને તેવી જોગવાઇઓ આજે સેવાઈ રહી છે.જો કે નાણાં મંત્રીની જાહેરાતમાં સમાવિષ્ટથવાની શક્યતાને પગલે સુરત ના ઉદ્યોગકારો એ ઉત્સાહ વ્યક્ત કર્યો છે.આજે બજેટમાં કેટલીક નીતિ વિષયક બાબતોમાં એક બાબત સસ્ટેઇનેબલ પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવાની કેન્દ્ર સરકારે બજેટમાં જોગવાઇઓ કરી છે. જેમાં ગ્રીન એનર્જીને વધુ પ્રોત્સાહન મળે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.જેમાં નાની ,મોટી કંપનીઓ સુરતમાં આવેલી છે ,સોલાર પાવરના ઉત્પાદન માટે જરૂરી સોલાર પેનલનું નિર્માણ આખા ભારતમાં સૌથી વધુ સુરતમાં થઈ રહ્યું છે. હાલમાં સુરતમાં ૧૮ ગીગાવોટ જેટલી વીજળી પેદા કરી શકાય તેટલી સોલાર પેનલનું ઉત્પાદન થઇ રહ્યું છે
સુરત શહેરમાં તાજેતરમાં મુલાકાતે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સુરતનાં લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સ્ટાઈલ ઉદ્યોગનાં વિકાસને વેગ મળશે તેવી વાત કરીહતી જેથી આજે રજૂ થનારા વચગાળાનાં કેન્દ્રીય બજેટમાં કાપડ અને ડાયમંડ બંને ઉદ્યોગો માટે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ કેવી જાહેરાત કરે છે તેની ઉપર ઉદ્યોગકારોની મીટ મંડાયેલી છે.
આ પણ વાંચો - Junagadh : PI તરલ ભટ્ટના ઘરે ATS ના દરોડા, કેશોદ પોલીસ સ્ટેશનમાં PSI પર બે આરોપીઓનો હુમલો