Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : સ્પાર્કલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા અને ચાંદીના રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બનશે

અહેવાલ  -રાબિયા સાલેહ ,સુરત   દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પાર્કલને થોરું હતકે બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કવાયત શરૂ કરાઇ છે.સુરતના ઘર આંગણે 25 થી 27  ઓગસ્ટ સ્પાર્કલ જ્વેલરી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બીટુસીના ધોરણે સ્પાર્કલ -દર્શનમાં...
surat   સ્પાર્કલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા અને ચાંદીના રામ દરબાર આકર્ષણનું કેન્દ્ર બનશે

અહેવાલ  -રાબિયા સાલેહ ,સુરત

Advertisement

દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્પાર્કલને થોરું હતકે બનાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કવાયત શરૂ કરાઇ છે.સુરતના ઘર આંગણે 25 થી 27  ઓગસ્ટ સ્પાર્કલ જ્વેલરી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં બીટુસીના ધોરણે સ્પાર્કલ -દર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડક્ટ જોવા મળે એ રીતની વ્યવસ્થા કરાઇ છે.આ વખતે વિવિધ પ્રતિકૃતિ ઓ સ્પાર્કલ માં આકર્ષણ જમાવશે, જેમાં 4 ફૂટના શ્રીનાથજી, શ્રીજીની પ્રતિમા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અનોખું આકર્ષણ પાડે એવી મૂર્તિ સ્પાર્કલમાં મૂકવામાં આવશે.

Advertisement

આ વખતે યોજાનારા સ્પાર્કલ પ્રદશનને લઈ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયા એ જણાવ્યું હતું કે ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી દિવસોમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ દ્વારા આગામી તા. 25, 26 અને 27  ઓગષ્ટ,ના રોજ અદભુત સ્પાર્કલ યોજાશે, કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન 2023  દરમ્યાન સવારે 11 :૦૦ થી રાત્રે 8 :૦૦ કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ, અઠવા લાઇન્સ ખાતે આ યોજન કરશે,જેમાં દેશ વિદેશના લોકો મુલાકાત લેશે.

Advertisement

ચાંદીનું અદ્ભુત કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે

વધુમાં ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી નિખિલ મદ્રાસીએ કહ્યું હતું કે,આ વર્ષે સ્પાર્કલ ને અનોખી રીતે ડિઝાઇન કરી આયોજન કરવામાં આવ્યું છે.જેમાં સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીનું અદ્ભુત કલેકશન પ્રદર્શિત કરવામાં આવશે.જેમ કે ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા અને સાથે જ રામ દરબાર નું અનોખું આકર્ષણ પ્રદશન માં જોવા મળશે,આ ઉપરાંત ૪ ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પણ આકર્ષણ નું કેન્દ્ર રહેશે, ચાંદીની પ્રતિમા ઉપરાંત આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ સ્પાર્કલ માં જોવા મળશે

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ યોજન કરાયું

સુરતમાં સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જવેલરી એકજીબિશન 2023 નું આયોજન ક૨વામાં આવ્યું છે.સુરતના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ યોજન કરાયું છે.જો કે ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશન માટે કવાયત શરૂ કરી છે.ખાસ કરી ને સુરત ઉપરાંત અમદાવાદ,મુંબઇ,જયપુર અને બિકાનેરના 25 જેટલા જ્વેલર્સ આ પ્રદશનમાં ભાગ લેશે, વિવિધ એક્સપર્ટ જ્વેલર્સ દ્વારા અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરી પણ બનાવવામાં આવી છે.જેને લોકો એકઝીબીશનમાં નિહાળી શકશે.

જ્વેલરીમાં શું વિશેષતા છે

સુરતની ઓળખ ડાયમંડ સિટી તરીકે કેમ થાય છે.અહીની જ્વેલરીમાં શું વિશેષતા છે તેનો ખ્યાલ સ્પાર્કલના આયોજનથી વિશ્વ ના ખૂણે ખૂણે રહેલા લોકો ને થશે, વિશ્વમાં આગળ વધવા માટે આ સમય સારો છે.એવું માની સુરત ડાયમંડ બુર્સ પણ બનાવામાં આવ્યું છે. આથી આખા વિશ્વના ડાયમંડ સુરતથી હેન્ડલ થાય એવો સમય જોઇ.સ્પાર્કલ ને વિશેષ બનવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ વખતે સ્પાર્કલ પાછળ નો હેતુ જણાવતા ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, બીટુસી ધોરણે ઘણા પ્રદશન થાય છે.પરંતુ આ વખતે તેની પાછળનો મુખ્ય હેતુ એ છે કે, સ્પાર્કલ પ્રદર્શનમાં કસ્ટમરને એન્ડ ટુ એન્ડ પ્રોડકટ જોવા મળે. સાથે જ સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડ છે જેને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે આ એકજીબિશન.. ચેમ્બર ઓફ કોમર્સ દ્વા૨ા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ ક૨વામાં આવે છે. આ પ્રદર્શનમાં લગ્નસરાને ધ્યાનમાં લઇ સુરતના જ્વેલર્સ દ્વારા નેકલેસિસ વિવિધ આકર્ષણ પાડે એવા જ્વેલરી બનાવમાં આવ્યા છે,ટેકિનકલ વેરીયસ સાથે જુદા જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે.સાથે ચુસ્ત સીસીટીવી બંદોબસ સાથે આ સ્પાર્કલ પ્રદશન યોજાશે,જે માટે દેશ વિદેશને સ્પાર્કલ પ્રદશનમાં આવવા માટે આમંત્રણ અપાયું છે.

આ  પણ  વાંચો-BHAVNAGAR : ઉત્તરાખંડથી 6 મૃતદેહોને લવાયા વતનમાં, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

Tags :
Advertisement

.