Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Police: સુરત પોલીસ દ્વારા કુખ્યાત સ્નેચરની રાતોરાત ધરપકડ કરવામાં આવી

Surat Police: સુરત (Surat) શહેરમાંથી પર્સ અને દાગીનાની સ્નેચિંગ (Snatcher) કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ (Police) ધરપકડમાં 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. 1.20 લાખ રોકડ ભરેલી બેગ પડાવી લીધી બાતમીના આધારે પોલીસ દ્વારા ધરપકડ કરાઈ 3 આરોપીઓ...
04:10 PM Feb 15, 2024 IST | Aviraj Bagda
A notorious snatcher was arrested overnight by the Surat police

Surat Police: સુરત (Surat) શહેરમાંથી પર્સ અને દાગીનાની સ્નેચિંગ (Snatcher) કરતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ (Police) ધરપકડમાં 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

1.20 લાખ રોકડ ભરેલી બેગ પડાવી લીધી

જ્યારે બોટાદથી પુત્ર સાથે સુરત (Surat) સ્થાયી થવાના ઇરાદે મહિલા સુરત (Surat) આવી હતી. ત્યારે આ મહિલા પાસે 1.20 લાખની રોકડ ભરેલી બેગ હતી. ત્યારે અજાણ્યા ઈસમો દ્વારા બેગને હાથમાંથી પડાવીને ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે મહિલા દ્વારા પોલીસ (Surat Police) ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બાતમીના આધારે પોલીસ દ્વારા ધરપકડ કરાઈ

ત્યારે ગુનાનો ભેદ ઉકેલી કાઠવા પોલીસ પેટ્રોલીંગ (Police Patroling) શરુ કરાયું હતું. ત્યારે બાતમીના આધારે આરોપીઓની ઉધના ભીમનગર ગરનાળા નજીક પકડી પાડવા માટે વોચ ગોઠવવામાં આવી હતી. ત્યારે પોલીસ (Surat Police) દ્વારા સ્પોર્ટ્સ બાઈક (Sports Bike) સાથે 3 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

3 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરાઈ

સુરતના ભેસ્તાન સ્થિત SMC આવાસ માં રહેતા અસફાક, તોફીક ઈબ્રાહીમ શા અને મોઈનની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓની પૂછપરછમાં સ્પોર્ટસ બાઈક લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં આવેલા ક્રાંતિનગરમાં રહેતા આસિફ હયાતખાન પઠાણની હોવાનું સામે આવ્યું હતું. ત્યારે 3 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને આગળ તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Bharuch : ગાડીનો કાચ તોડીને 6.78 લાખના દાગીના ભરેલા પાકીટની ચોરી

Tags :
GangsterGoldGold ChainGujaratGujaratFirstsnatcherSnatchingsports BikeSuratSurat Police
Next Article