Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat Organ Donation: 7 વર્ષનો બાળક બ્રેઈનડેડ જાહેર થતા, પરિવારજનોએ અંગદાન કરી 3 જીવ બચાવ્યા

Surat Organ Donation: મહુવા તાલુકાના વડવાળા ગામમાં રહેતા પરિવાર દ્વારા બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. એક આકસ્માતનો ભાગરૂપ બેનલો વાટલિયા પ્રજાપ્રતિ સમાજના બાળકને તબીબો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પરિવારજનો દ્વારા તેના અંગોનું દાન કરવાનો પૂન્યશાળી નિર્ણય...
surat organ donation  7 વર્ષનો બાળક બ્રેઈનડેડ જાહેર થતા  પરિવારજનોએ અંગદાન કરી 3 જીવ બચાવ્યા

Surat Organ Donation: મહુવા તાલુકાના વડવાળા ગામમાં રહેતા પરિવાર દ્વારા બાળકના અંગોનું દાન કરવામાં આવ્યું છે. એક આકસ્માતનો ભાગરૂપ બેનલો વાટલિયા પ્રજાપ્રતિ સમાજના બાળકને તબીબો દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે પરિવારજનો દ્વારા તેના અંગોનું દાન કરવાનો પૂન્યશાળી નિર્ણય કરવામાં આવ્યો હતો.

Advertisement

  • મહુલા તાલુકાના વતની દ્વારા બાળકના અંગોનું કરાયું દાન
  • બાળક રમતા-રમતા ગેલેરીમાંથી પડી ગયો હતો
  • શિવમના લીવર અને કિડએ 3 લોકોને જીવન દાન આપ્યું

મળતી માહિતી મુજબ વડવાળા ગામમાં શિવમ ખસતીયા નામનો બાળક ઘરને ગેલેરીમાં રમી રહ્યો હતો. ત્યારે નીચે ઉભેલા તેના મિત્રે શિવમને આપવા માટે તેની તરફ નીચે દડો ફેંક્યો હતો. ત્યારે આ દડાને પકડવા માટે શિવમ ગેલેરીમાંથી નીચે નમ્યો હતો. પરંતુ આકસ્મિક રીતે તે સંતુલન ગુમાવતા ગેલેરીમાંથી નીચે પડી ગયો હતો. આ ઘટનામાં શિવમને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી.

Advertisement

એમ્બ્યુલન્સમાં શિવમનો શ્વાસ બંધ થઈ ગયો હતો

ત્યારે તાત્કાલિક ધોરણે વડવાળાના પ્રાથમિક કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ચાલુ એમ્બ્યુલન્સમાં શિવમનો શ્વાસ બંધ થઈ ગયો હતો. તેથી તેને ઘટના સ્થળ પર તાત્કાલિક CPR ની સારવાર આપવામાં આવી હતી. તે પછી તેને બારડોલીમાં આવેલી સરદાર હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સીટી સ્કેન સહિતના અન્ય રિપોર્ટ નિકાળવામાં આવ્યા હતા.

Advertisement

ઓપરેશન પૂર્ણ થયા બાદ પણ શિવમ ભાનમાં આવ્યો ન હતો

જોકે શિવમની હાલત સયમ જતા ગંભીર થતી હોવાથી, તેને સુરતની નિર્મલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. નિર્મલ હોસ્પિટલમાં તેના મગજનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ ઓપરેશન પૂર્ણ થયા બાદ પણ શિવમ ભાનમાં ના આવતા, તેને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર પરિવાર દ્વારા તેના અંગોનું કોઈ જીવનમાં પ્રાણ ભૂંકે તેવા આશયથી દાન કરવામાં આવ્યું હતું.

શિવમના લીવર અને કિડએ 3 લોકોને જીવન દાન આપ્યું

ત્યારબાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સંસ્થાની મદદથી શિવમના લીવર અને કિડની અમદાવાદની IKDRC હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. જોકે કિડની અને લીવર સુરત થી અમદાવાદ પહોંચાડવા ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલી વ્યવસ્થા ના ભાગરૂપે કિડની અને લીવર અમદાવાદ પહોંચાડાયા હતા.

આ પણ વાંચો: Gandhinagar BJP Program: લોકસભા ચૂંટણી 2024 પહેલા ગાંધીનગરમાં કોંગ્રેસની બે વિકેટ પડી

Tags :
Advertisement

.