ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Murder Case: સુરતમાં ભરબજારે તલવારના ઘા ઝીકી કરી યુવકની હત્યા

Surat Murder Case: સુરત (Surat) માં ધોળા દિવસે બનેલી ઘટનાએ સુરત પોલીસ (Surat Police) ની સુરક્ષાને લઈ સવાલ ઉભા કરી દીધા છે. સુરત (Surat) ના ઉધના વિસ્તારમાં સરાજાહેર યુવકની કરુણ હત્યા (Murder) કરવામાં આવી છે. ભરબજારમાં યુવકની હત્યા (Murder) કરી...
05:32 PM Apr 11, 2024 IST | Aviraj Bagda

Surat Murder Case: સુરત (Surat) માં ધોળા દિવસે બનેલી ઘટનાએ સુરત પોલીસ (Surat Police) ની સુરક્ષાને લઈ સવાલ ઉભા કરી દીધા છે. સુરત (Surat) ના ઉધના વિસ્તારમાં સરાજાહેર યુવકની કરુણ હત્યા (Murder) કરવામાં આવી છે. ભરબજારમાં યુવકની હત્યા (Murder) કરી તેના હાથ પણ કાપી નાંખવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, 37 વર્ષીય યુવક ભજનસિંહ સરદારની ઉધના વિસ્તારમાં ભરબપોરે ફિલ્મી સ્ટાઈલમાં હત્યા (Murder) કરવામાં આવી હતી. યુવક ઉધના વિસ્તાર પરથી તેની કાર લઈને બહેનને મળવા જઈ રહ્યો હતો. ત્યારે તેની સ્કોર્પિયો કારને આગળ અને પાછળથી ટક્કર મારીને તેનો ચારેય બાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો.

Surat Murder Case

તલવાર વડે યુવકના બંને હાથ કાપ્યાં

ત્યારબાદ આરોપીઓએ તેની પર તલવાર વડે ભરબજાર લોકોની સામે જીવલેણ (Murder) હુમલો કર્યો હતો. આ હુમલા યુવક ભજનસિંહની સૌપ્રથમ તલવાર વડે બંને હાથની આંગળીઓ કાપી નાખવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓએ તેના બંને હાથ કાપી નાખ્યા હતા. તે ઉપરાંત તેના ગળાને પણ તલવાર વડે બેરહેમીથી કાપી નાખવામાં આવ્યું હતું.

જુની અદાવતને અંજામ આપવામાં આવ્યો

આ હત્યા (Murder) પાછળનું કારણ હાલમાં જુની દુશ્મનાવટને ગણવામાં આવી રહ્યું છે. આરોપીઓેએ લાંબા સમયથી ચાલી રહેલી અદાવતને અંજામ આપવા માટે ભજનસિંહની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. તેની સાથે ઉધના પોલીસનો કાફલો ઘટના સ્થળ પર હાજર છે. પોલીસ સ્થાનિકો પાસેથી માહિતી મેળવીને આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: AMBAJI : ત્રીજા નોરતે ખાસ જવેરા આરતીમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચો: VADODARA : 10 હજાર વિદ્યાર્થીઓની માનવ સાંકળ મતદાન જાગૃતિનો સંદેશ આપશે

આ પણ વાંચો: Mahisagar Villager Protest: 10 વર્ષથી માત્ર ખોખલા વાયદાઓ, ગામનું તળાવ બન્યું વેરાન

Tags :
enemyGujaratGujarat PoliceGujaratFristSuratSurat murder caseSurat PoliceSword fighting
Next Article