Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: LCB ને મળી સફળતા,નકલી વિદેશી દારૂનું નેટવર્ક ઝડપાયું, એકની કરી ધરપકડ

અહેવાલ-ઉદય જાદવ -સુરત  સુરતના તાતીથૈયા ગામે સ્વામીનારાયણ એસ્ટેટમાં રામનારાયણ યાદવની બિલ્ડીંગમાં સુરત જિલ્લા એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી બનાવટી વિદેશી દારૂ બનાવી બોટલોમાં રી પેકિંગ કરી વેચાણ કરવાનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ...
surat   lcb ને મળી સફળતા નકલી વિદેશી દારૂનું  નેટવર્ક ઝડપાયું  એકની કરી ધરપકડ

અહેવાલ-ઉદય જાદવ -સુરત 

Advertisement

સુરતના તાતીથૈયા ગામે સ્વામીનારાયણ એસ્ટેટમાં રામનારાયણ યાદવની બિલ્ડીંગમાં સુરત જિલ્લા એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે અહીંથી બનાવટી વિદેશી દારૂ બનાવી બોટલોમાં રી પેકિંગ કરી વેચાણ કરવાનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું. આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જયારે ૬૭ હજારનો મુદામાલ જપ્ત કર્યો છે

Advertisement

સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમને માહિતી મળી હતી કે સંતોષ ઉર્ફે છગી નામનો ઇસમ તાતીથૈયા સ્થિત શિવદયા કાટાની ગલીમાં યાદવની બિલ્ડીંગમાં ભાડેથી મકાન રાખી તેમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જત્થો લાવી તેમજ અલગ અલગ પ્રકારના કેમિકલ પ્રવાહી મિશ્રણ કરી બનાવટી વિદેશી દારૂ બનાવી રી પેકિંગ કરી વેચાણ કરે છે, માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો અને અહીંથી બબલુકુમાર ધોરાઈ મહતો [ઉ.૨૨] ને ઝડપી પાડ્યો હતો

Advertisement

પોલીસ તપાસમાં સંતોષ ઉર્ફે છગી પ્રસાદ તેના સાગરીતો સાથે આ નેટવર્ક ચલાવતો હોવાનું બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે તેમજ ઘટના સ્થળેથી પોલીસે 50 હજારની કિમતની વિદેશી દારૂની સીલબંધ 374 નંગ બાટલીઓ, એક કેરબામાં ભરેલું આશરે 15 લીટર બનાવટી વિદેશી દારૂનું પ્રવાહી, બાટલીઓ પર મારવાના ઢાકણ, સ્ટીકર તેમજ જૂની ખાલી બોટલો, 1 મોબાઈલ વગેરે મળી કુલ 67,600 નો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ આ સમગ્ર મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ  પણ  વાંચો -ગોંડલના રૂપાવટી ગામે સરપંચના પુત્રએ જમીન મામલે ધમકાવતા બે સગાભાઈઓનો આપઘાતનો પ્રયાસ

Tags :
Advertisement

.