Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : કામરેજ ગામે અસામાજિક તત્વોએ હોટલ સંચાલક સહિત બે લોકો પર ચપ્પુ વડે કર્યો હુમલો

અહેવાલ -ઉદય જાદવ -સુરત    Surat news : સુરત (surat) જિલ્લાના કામરેજ ગામે (Kamrej village) અસમાજિક તત્વો (Antisocial elements)બેફામ બન્યા છે.માથાભારે છાપ ધરાવતા સાકા ભરવાડે તેના સાગરીતો સાથે મળી એક હોટેલ સંચાલક (Hotel manager)સહિત બે લોકો પર ચપ્પુ વડે હુમલો...
05:39 PM Jan 17, 2024 IST | Hiren Dave
crime news

અહેવાલ -ઉદય જાદવ -સુરત 

 

Surat news : સુરત (surat) જિલ્લાના કામરેજ ગામે (Kamrej village) અસમાજિક તત્વો (Antisocial elements)બેફામ બન્યા છે.માથાભારે છાપ ધરાવતા સાકા ભરવાડે તેના સાગરીતો સાથે મળી એક હોટેલ સંચાલક (Hotel manager)સહિત બે લોકો પર ચપ્પુ વડે હુમલો કરતા નાસભાગ મચી ગઈ. સમગ્ર ઘટના હોટેલના સીસીટીવી કેમેરા (CCTV cameras) પણ કેદ થઈ.

સુરત (surat) માં વધુ એક હુમલાની ઘટના સામે આવી છે.કામરેજ ગામે (Kamrej village) રહેતા અને હોટલ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પરેશ ભાઈ હોટલ પર હાજર હતા તે દરમિયાન તેઓના કુટુંબીક ભાઈ સાથે કેટલાક ઈસમો અકસ્માત ના બનાવની નજીવી બાબતે બબાલ કરી રહ્યા હતા. તે દરમિયાન હોટેલ માલિક પરેશ ભાઈએ સમજવાનો પ્રયાસ કરતા ત્રણેય ઈસમો એકાએક ઉશ્કેરાઈ ગયા હતા.અને ત્રણ પૈકી એક ઇસમ હાથમાં ચપ્પુ લઈને હોટેલ માલિક પરેશ ભાઈ પાછળ દોડ્યો હતો.અને હાથ પર ચપ્પુનો ઘા ઝીંકી દીધો હતો.ભીડવાળા વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો થતા નાસભાગ મચી ગઇ હતી.હોટેલના કેમેરા પર હુમલા ખોરોની નજર જતાં તે જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.

ત્યારે સમગ્રના ઘટનાને પગલે કામરેજ પોલીસ દોડતી થઇ ગઇ હતી.કામરેજ પોલીસ સ્થળ પર જઈ સીસીટીવી ફૂટેજ ચેક કરતા ત્રણ પૈકી એક હુમલા ખોરની ઓળખ કરી લીધી હતી..ભીડવાળા વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો થતા નાસભાગ મચી ગઇ હતી.હોટેલના કેમેરા પર હુમલા ખોરોની નજર જતાં તે જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા.કામરેજમાં માથાભારે છાપ ધરાવતો સાકો ભરવાડ અને તેના સાગરીતો હોવાનું જાણવા મળતાં કામરેજ પોલીસે વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ચક્રોગતીમાન કર્યા છે.

 

આ  પણ  વાંચો  - Pigeon : સુરતમાં કબૂતરની ચરકના કારણે વૃદ્ધનું મોત થયું હોવાનો ચોંકાવનારો કિસ્સો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CrimeCrime NewsKamrej village Antisocial elementspoliceSuratSurat Police
Next Article