Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: એક્વેરિયમ થીમ પર ગણેશ પંડાલની અદ્ભુત સજાવટ કરવામાં આવી

અહેવાલ -રાબિયા સાલેહ -સુરત સુરતમાં સૌ પ્રથમવાર એક્વેરિયમ થીમ પર બાપાનું દરબાર જોવા મળી રહ્યું છે સૈલેર બાળ ગણેશ ઉત્સવ ગ્રુપ દ્વારા એક્વેરિયમ કમ શી એટલે કે દરિયાઈ થીમનું કોમ્બિનેશન કરાયું છે.જે હાલ સમગ્ર સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વિદેશોની...
surat   એક્વેરિયમ થીમ પર ગણેશ પંડાલની અદ્ભુત સજાવટ કરવામાં આવી

અહેવાલ -રાબિયા સાલેહ -સુરત

Advertisement

સુરતમાં સૌ પ્રથમવાર એક્વેરિયમ થીમ પર બાપાનું દરબાર જોવા મળી રહ્યું છે સૈલેર બાળ ગણેશ ઉત્સવ ગ્રુપ દ્વારા એક્વેરિયમ કમ શી એટલે કે દરિયાઈ થીમનું કોમ્બિનેશન કરાયું છે.જે હાલ સમગ્ર સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

Advertisement

વિદેશોની જેમ સુરતમાં અન્ડરવોટ એક્વેરિયમ ખૂબજ અનોખું આકર્ષણ પાડી રહ્યું છે,જ્યાં ગણેશજીના દર્શનની સાથે લાઈવ મરીન જોતા હોવાનો અનુભવ થઈ રહયો છે, એક્વેરિયમ થીમ માં ફીસ્ટ ટેંકની સાથે કલરફુલ ફીસ અને દરિયાઈ પ્રાણીઓની સાથે સજાવટ કરવામાં આવી છે, આ અંગે થીમ બનાવનાર આયોજક મિતેશ બંગાલી એ કહ્યું હતું કે સૈલર બાળ ગણેશ ઉત્સવ ગ્રુપ દ્વારા છેલ્લા 25 વર્ષથી કંઈક ને કંઈક અનોખી થીમ ઉપર ભક્તો માટે ડેકોરેશન કરવામાં આવે છે, જેને ધ્યાને લઈ આ વર્ષે પણ સુરતના નાનપુરા વિસ્તાર ખાતે એક્વેરિયમ થીમ પર ગણેશ જી નો પંડાલ બનાવવામાં આવ્યો છે.

Advertisement

આ થીમ બનાવવા માટે સૌપ્રથમ મુંબઈના આરતિસ એટલે કે કલાકાર પાસે ગણેશ જી નો ચિત્ર બનાવાયો અને ત્યાર બાદ પ્રતિમા બની ને તૈયાર થતા તેની સાથે એક્વેરિયમ ની થીમ કોમ્બિનેશન કરી તૈયાર કરાઇ,વધુમાં આ અંગે ગ્રુપ ના અન્ય સભ્ય લક્ષેશ ભગત એ જણાવ્યું હતું કે આંખી થીમ બનાવવા માટે ગ્રુપના સભ્ય સતત છ મહિના થી તૈયારી કરી રહ્યા હતા,બાપાનું ચિત્ર બની ને તૈયાર થયા બાદ તેમની પ્રતિમા ને જોતા સ્પેશ્યલ મુંબઈ ના કલાકારોને સુરત બોલવવામાં આવ્યા અને તેમની પાસે સુરત માં એક્વેરિયમ થીમ નો પંડાલ બનાવાયો અને એક મહિના બાદ આ અનોખો પંડાલ બની ને તૈયાર થયો, જેને જોઈ ગ્રુપના સભ્યો પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા

સુરતમાં દરિયાઇ થીમ પર મોતીઓ ઉપર 9  ફૂટની ગણેશ જી ની પ્રતિમા બિરાજમાન કરાઇ છે.પંડાલ માં સુંદર મોતી ના વિવિધ છીપલા સજાવવામાં આવ્યા છે જેમાં બાપાના નાનપણથી લઈને મોટા થવા સુધીની તમામ પ્રતિમા ઓનાં દર્શન થઈ રહ્યા છે,સાથે જ ગણેશ જી સાથે રિદ્ધિ સિદ્ધિ ને જલ પરી ના સ્વરૂપ માં દર્શાવી અનોખું આકર્ષણ ઉભુ કરાયું છે.

પંડાલ માં કુલ 7  જેટલા મસ્ત મોટા ફીસ ટેન્ક મૂકવામાં આવ્યા છે.ટોટલ નાની મોટી ૧૨૦૦ જેટલી કલર ફૂલ ફીસ એક્વેરિયમ પંડાલ માં મુકવામાં આવી છે ,આ ફિસ ટેન્ક બાળકો સહિત વડીલો માટે પણ આકર્ષણ નું કેન્દ્ર બન્યા છે.જેથી એક્વેરિયમ કમ દરિયાઈ થીમ નો પંડાલ જોવા અને બાપાના દર્શન કરવા દૂર દૂરથી લોકો આ પંડાલ ની મુલાકાત લઈ રહ્યા છે.અને હાલ સોશિયલ મીડિયા ઉપર પણ આ પંડાલ ખબુજ્ વાઈરલ થઈ રહ્યો હોવાનું ભક્તો એ જણાવ્યું હતું.

આ  પણ  વાંચો -SURAT :રામાયણની થીમ પર અદભુત ગણેશ પંડાલ થયો તૈયાર, હનુમાનજીની પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની

Tags :
Advertisement

.