Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Fake Clinic: સુરતમાં બિલાડીના ટોપની જેમ નકલી તબીબ કાર્યરત, SOG ની ટીમ થઈ સક્રિય

Surat Fake Clinic: Surat શહેરમાં ઠેક ઠેકાણે બિલાડીના ટોપની જેમ બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે. નાની ઓરડીમાં ટેબલ નાંખી અને Allopathy નો પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જે બોગસ તબીબોને ઝડપી પાડવા Surat...
06:59 PM Mar 20, 2024 IST | Aviraj Bagda
Fake Doctors, Surat SOG

Surat Fake Clinic: Surat શહેરમાં ઠેક ઠેકાણે બિલાડીના ટોપની જેમ બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે. નાની ઓરડીમાં ટેબલ નાંખી અને Allopathy નો પ્રેક્ટિસ કરતા બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જે બોગસ તબીબોને ઝડપી પાડવા Surat SOG દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

DCP ભગીરથ ગઢવીના જણાવ્યા અનુસાર અને Surat SOG એ મળેલી માહિતીના આધારે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી ડીંડોલી વિસ્તારમાં 3 અલગ અલગ સ્થળો પર ચાલતા Clinic પર છાપો માર્યો હતો.

Surat Fake Clinic

જેમાં કોઈપણ Medical Degree વગર Allopathy ની પ્રેક્ટિસ કરતા 3 બોગસ તબીબોને ઝડપી પાડ્યા હતા. સૌ પ્રથમ Surat ના સી આર પાટીલ રોડ ઉપર લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ-1 માં આવેલ માતો શ્રી Clinic પર છાપો માર્યો હતો. ત્યાં SOG એ ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા નકલી તબીબ ઇન્દ્રેશ દૂધનાથ પાલની ધરપકડ કરી હતી. તેની પાસેથી કુલ 1.14 લાખનો જથ્થો જપ્ત કરાયો હતો. આરોપી છેલ્લા 5 વર્ષથી નકલી Clinic ચલાવતો હતો.

Surat Fake Clinic

મધુમિતા Clinic પર SOG ના દરોડા

તો SOG એ Surat ના માનસી રેસીડેન્સીની બાજુમાં આવેલા હરીનગર સોસાયટીમાં ચાલતા "મધુમિતા" નામના Clinic પર પણ છાપો માર્યો હતો. જ્યાં ઉત્તમ બિમલ ચક્રવાતીને કોઈપણ Medical Degree વિના Allopathy ની પ્રેક્ટિસ કરતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની પણ પૂછપરછ કરતા તેની પાસેથી કોઈપણ Medical પ્રેક્ટિસ અંગેના પુરાવા મળી આવ્યા નહોતા. આરોપીના Clinic માંથી દવા ,ઇન્જેક્શન સહિત 7415 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કરી પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે આરોપી છેલ્લા 8 વર્ષથી નકલી Clinic ચલાવતો હતો.

Surat Fake Clinic 

સાઈ Clinic પર SOG ના દરોડા

અંતે SOG એ Surat ના ડીંડોલીના શિવનગર સોસાયટીમાં આવેલા સાઈ Clinic પર પણ છાપો માર્યો હતો. જે Clinic ના બોગસ તબીબ સંજયકુમાર રામક્રિપાલ મૌર્યાને Allopathy ની પ્રેક્ટિસ કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. Clinic માંથી 83,000 થી વધુ નો મુદ્દામાલ કબજે કરી બોગસ તબીબ વિરૂદ્ધ SOG એ પૂછપરછ હાથ ધરી હતી. જે પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી તે પોતાનું Clinic ચલાવે છે.

Surat Fake Clinic

Surat માં બિલાડીના ટોપની જેમ નકલી તબીબો

આમ, Surat SOG અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા Surat ના ડીંડોલી વિસ્તારમાં 3 અલગ અલગ સ્થળો પર છાપો મારી Allopathy ની પ્રેક્ટિસ કરતા 3 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. જે તમામ સામે હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ પ્રશ્ન અહીં એ ઉપસ્થિત થઈ રહ્યો છે કે Surat માં આવા તો અનેક બોગસ તબીબો બિલાડીના ટોપની જેમ Clinic શરૂ કરી પોતાની દુકાન ચલાવી રહ્યા છે. જેની સામે કાર્યવાહી કરવામાં પોલીસ અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમના હાથ ટૂંકા પડી રહ્યા છે. હજી પણ Surat માં આવા અનેક બોગસ તબીબો છે જે કોઈપણ Medical Degree વિના Allopathy ની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. જે ખૂબ જ ગંભીર બાબત છે. ત્યારે આવા બોગસ તબીબો સામે કાર્યવાહી કયારે તેવી પણ ચર્ચા લોકમુખે ચર્ચાઈ રહી છે.

આ પણ વાંચો: Code of conduct : ફ્લાઈંગ સ્ક્વોર્ડ્સે ગુજરાતમાં 5.92 કરોડની વસ્તુઓ જપ્ત કરી

આ પણ વાંચો: Narmada BJP Office: BJP પ્રદેશ અધ્યક્ષ C R Patil એ નર્મદામાં નવા ભાજપ કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન

આ પણ વાંચો: Dang Darbar : અહીંના રાજાઓને 118 વર્ષથી મળે છે રાજકીય પેંશન

Tags :
clinicdoctorsFake DoctorsGujaratGujaratFirstMedical DegreeSuratSurat Fake ClinicSurat PoliceSurat SOG
Next Article