ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat Cyber Crime Cell News: પરિવારની મુશ્કેલીઓ દૂર કરવાના બહાને પાખંડી જ્યોતિષોએ લાખો પડાવ્યા

Surat Cyber Crime Cell News: સુરત સાયબર ક્રાઈમ સેલ (Surat Cyber Crime Cell) માં સુરતના ફરિયાદીએ એક ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અનુસાર Social Media ઉપર જાહેરાત જોઈ બે જ્યોતિષો (Astrologers) નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘર-પરિવારમાં ચાલી આવતી સમસ્યાઓ...
07:54 PM Apr 03, 2024 IST | Aviraj Bagda
Surat Cyber Crime Cell News

Surat Cyber Crime Cell News: સુરત સાયબર ક્રાઈમ સેલ (Surat Cyber Crime Cell) માં સુરતના ફરિયાદીએ એક ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ અનુસાર Social Media ઉપર જાહેરાત જોઈ બે જ્યોતિષો (Astrologers) નો સંપર્ક કરવામાં આવ્યો હતો. ઘર-પરિવારમાં ચાલી આવતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ અંગે બંને જ્યોતિષો (Astrologers) ને આપવીતી જણાવી હતી.

વર્ષ 2020 થી વર્ષ 2023 દરમ્યાન બંને જ્યોતિષો (Astrologers) ફરિયાદીને તાંત્રિક ચમત્કારના સહારે દરેક સમસ્યાઓનું સમાધાન કરી આપવાના નામે વિવિધ રીતે રૂ. 15 લાખથી વધુની રકમ પડાવી હતી. જેમાં સોના-ચાંદીના ઘરેણા પણ બંને જ્યોતિષો (Astrologers) દ્વારા પડાવી લેવાયા હતા. ઘરમાં આત્માનો વાસ છે અને ઘરમાં મોટા પ્રમાણમાં સોનું રહેલું છે તેમ કહી ફરિયાદીને અંધશ્રદ્ધાના જાળમાં ફસાવવામાં આવ્યા હતા.

ફરિયાદીઓએ છેતરપિંડીનો ભોગ બન્યાની ફરિયાદ નોંધાવી

જ્યારે ફરિયાદી અંધશ્રદ્ધાના જાળમાં ફસાઈ ગયા, ત્યારે પૈસા અને ઘરેણાં જ્યોતિષો (Astrologers) ને આપી દીધા હતા. પરંતુ સમય ગયા છતાં સમસ્યાઓનું સમાધાન નહીં આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલ (Surat Cyber Crime Cell) નો સંપર્ક કર્યો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલ (Surat Cyber Crime Cell) તમામને ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

સુરત પોલીસે રાજસ્થાનથી આરોપીઓને ઝડપી પાડ્યા

સુરત સાયબર ક્રાઈમ સેલે (Surat Cyber Crime Cell) તપાસ કરતા બંને પાખંડીઓ રાજસ્થાનના મીના બજારમાં આવેલ રતન નગરના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે (Surat Cyber Crime Cell) તપાસ કરી રાજસ્થાનમાંથી આરોપી મુનેશ વિશ્વનાથ ભાર્ગવ અને મનોજ ઓમ પ્રકાશ ભાર્ગવની ધરપકડ કરી હતી. જે બંને પાસેથી ફરિયાદીના રૂ. 15.51 લાખથી વધુની રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ફ્રીઝ કરાવામાં આવી હતી.

આ પણ વાંચો: Twist : રુપાલાના સમર્થનમાં આવ્યા કડવા પાટીદાર, સોશિયલ મીડિયામાં સમર્થન

આ પણ વાંચો: Rajkot Seat : રૂપાલાની ટિકિટ રદ થવાના સંકેત વચ્ચે કોંગ્રેસના મોટા નેતા થઇ શકે છે સક્રિય, વાંચો

આ પણ વાંચો: Bharuch Usury Case: વ્યાજખોરોના ત્રાસથી પિતાના જીવન ટૂંકાવ્યું, પુત્રે પણ કર્યો પ્રયાસ….

Tags :
AstrologersCrime CellCrime NewsGujaratGujaratFristSuratSurat Cyber Crime CellSurat Cyber Crime Cell News
Next Article