Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat Crime: હીરા નગરી સુરતમાં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી

Surat Crime:  સુરત શહેરમાંથી હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સુરત શહેરમાંથી (Surat Crime) મહુવાના ઉમરા ગામમાં ઘટી હતી. આ ઘટનાને લઈને ઉમરા ગામ સહિત સુરત શહેરમાં ચિંતાની હવા પ્રસરી ગઈ છે. નિષ્ઠુર જનેતાએ નવજાત બાળકીના મૃતદેહને ત્યજી...
surat crime  હીરા નગરી સુરતમાં માનવતા શર્મસાર કરતી ઘટના સામે આવી

Surat Crime:  સુરત શહેરમાંથી હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના સુરત શહેરમાંથી (Surat Crime) મહુવાના ઉમરા ગામમાં ઘટી હતી. આ ઘટનાને લઈને ઉમરા ગામ સહિત સુરત શહેરમાં ચિંતાની હવા પ્રસરી ગઈ છે.

Advertisement

નિષ્ઠુર જનેતાએ નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દીધો

ત્યારે આ ઘટનામાં મહુવાના ઉમરા ગામમાંથી એક નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પરંતુ આ મૃતદેહને કૂતરાઓએ ફાડી ખાધો હતો. જ્યારે આ મૃતદેહ પર સ્થાનિક લોકોની નજર પડી ત્યારે તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ ઘટના પર સ્થાનિક લોકોનું કહેવું એવું છે કે, નિષ્ઠુર જનેતાએ પોતાનું પાપ સંતાડવા આ માનવતાને શર્મસાર કરતું કૃત્ય કરવામાં આવ્યુ છે. કોઈ પણ અજાણી વ્યક્તિ દ્વારા આ બાળકીના મૃતદેહને રાત્રીના સમયે આ વિસ્તારમાં ત્યજી દેવામાં આવ્યો હતો.

Advertisement

કૂતરાઓ દ્વારા બાળકીના મૃતદેહને પિંખી નાખવામાં આવ્યો

ત્યાર બાદ જ્યારે વહેલી સવારે રાહદારીઓ આ સ્થળ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે તેઓની નજર આપી મૃતદેહ પર પડી હતી. પરંતુ તે સમયે ઝાડી-ઝાંખરાની વચ્ચે કુતરાઓના ઝુંડ આ બાળકીના મૃતદેહને પિંખી રહ્યા હતા. આ કૂતરાના ઝુંડ દ્વારા નવજાત બાળકીના હાથ-પગ ફાડી ખાધા હતા.

ત્યારે સમગ્ર બનાવને લઈ સ્થાનિકો દ્વારા મહુવા પોલીસને જાણ કરવામાં આવી હતી. મહુવા પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ નવજાત બાળકીના મૃતદેહને અનાવલ સી.એસ.સી સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.

Advertisement

અહેવાલ ઉદય જાદવ

આ પણ વાંચો: Knowledge Economy: Vibrant Gujarat માં Knowledge, Economy અને Startup નું આયોજન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.