Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

2000 કરોડના ખર્ચે અંબાજી ધામનો થશે થશે વિકાસ

અહેવાલ---શક્તિસંહ રાજપૂત, અંબાજી અલૌકિક અંબાજી 2000 કરોડના ખર્ચે તૈયાર થશે શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. ગુજરાતનું અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર...
2000 કરોડના ખર્ચે અંબાજી ધામનો થશે થશે વિકાસ

અહેવાલ---શક્તિસંહ રાજપૂત, અંબાજી

Advertisement

અલૌકિક અંબાજી 2000 કરોડના ખર્ચે તૈયાર થશે

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. ગુજરાતનું અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Advertisement

ત્યારે આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બને તેવી તૈયારીઓ સરકારના નવા પ્રોજેક્ટમાં જોવા મળી રહી છે. જેમાં અંદાજે 2000 કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અંબાજીનું મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસનો વિસ્તારને લઈને સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટની જાહેરાત કરાઈ છે. અંબાજી મંદિરના ચેરમેન અને બનાસકાંઠા જીલ્લા કલેક્ટર વરુણ બરનવાલ અંબાજી મંદિર ખાતે આવીને મીડિયાને માહિતી આપી હતી. અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે, જેમા અન્ય કોરીડોર નીમાફક "જય મા કોરીડોર" પણ અંબાજી ખાતે બનાવાશે.

અંબાજીમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે

Advertisement

અંબાજીનું ડેવલપ પ્લાન પણ બની ગયું છે. હાલમાં, તે મંજૂરી હેઠળ છે તે બની જાય ત્યારબાદ 6 ટીપીની કામગીરી પણ શરુ કરાશે. અંબાજીમાં અમદાવાદ અને સુરત શહેરમાં જે આધુનિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. તે અનૂરૂપ આદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

અંબાજીનું મુખ્ય મંદિર સહીત ટીપી સ્કીમને વિકસાવવા માટે અંદાજે 255 હેક્ટર જમીન પર વિકાસ જોવા મળશે. 255 હેકટર પૈકી 66 હેકટર સરકારી અને 188 હેકટર ખાનગી માલિકીની જગ્યા હશે. શ્રદ્ધાળુઓ માટે વૉક વે, ચાર્જિંગ સ્ટેશનો તૈયાર કરવામાં આવશે . તેની સાથે રિટેલ શૉપ તથા સોસાયટી ડેવલપમેન્ટ માટે 800 કરોડ મળશે. 11 કોમ્યુનિટી પાર્ક, વનીકરણ સહિતની કામગારી હાથ ધરાશે.

આ પણ વાંચો: DDO એ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો

Tags :
Advertisement

.