Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘સમર સાયન્સ પ્રોગ્રામ-2024’નો પ્રારંભ

Summer Science Program: ગુજરાત (Gujarat) સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (Science And Technology) હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી (Science City) ખાતે ઉનાળુ વેકેશનને લઈને ખાસ 18 મે થી 31 મે સુધી ‘Summer Science Program -2024’ નું આયોજન કરવામાં આવ્યું છે....
ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘સમર સાયન્સ પ્રોગ્રામ 2024’નો પ્રારંભ

Summer Science Program: ગુજરાત (Gujarat) સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (Science And Technology) હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી (Science City) ખાતે ઉનાળુ વેકેશનને લઈને ખાસ 18 મે થી 31 મે સુધી ‘Summer Science Program -2024’ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મંગળવારથી શનિવાર એમ સપ્તાહના પાંચ દિવસ સવારના 11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી વિવિધ Workshops યોજવામાં આવશે.

Advertisement

  • 18 મેના રોજ આ પ્રોગ્રામનો પ્રારંભ થયો

  • ન્યૂટનના અને બર્નોલીના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા

  • 14થી 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ભાગ લઈ શકે

જેમાં મોડેલ રોકેટ્રી, મોબાઈલ એપ ડેવલપમેન્ટ, 3-D મોડેલિંગ અને પ્રિન્ટિંગ, મેથ્સ થ્રૂ ઓરિગામી, ફન ફિઝિક્સ, વન્ડર ઓફ કેમિસ્ટ્રી, ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ મેકિંગ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ ટેક્નોલોજી ઓન હોમ ઓટોમેશન, ટેલિસ્કોપ મેકિંગ, ડ્રોન એન્ડ એરોડાયનેમિક્સ જેવા Workshops નો સમાવેશ થાય છે. 18 મેના રોજ આ પ્રોગ્રામનો પ્રારંભ થયો. જે 31 મે સુધી ચાલશે. પ્રોગ્રામના પ્રથમ દિવસ Model rocketry Workshop યોજાયો હતો.

Summer Science Program -2024

Summer Science Program -2024

Advertisement

આ પણ વાંચો: Sabarkantha Madrasa: સાબરકાંઠા ડી.ઓ. એ ત્રણ તાલુકાઓમાં ચાલતી 06 મદ્રેસાઓની તપાસ શરૂ કરી

વિદ્યાર્થીઓને ન્યૂટનના અને બર્નોલીના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા

જેમાં વિદ્યાર્થીઓને રોકેટ કઈ રીતે બનાવવામાં આવે છે તે શીખવાડમાં આવ્યું હતું. ગમ, સ્ટીલની પાઈપ અને સીઝરની મદદથી સહભાગી વિદ્યાર્થીઓએ પેપર રોકેટ બનાવ્યા હતા અને પાઈપ તથા બોટલના બનેલા લોન્ચિંગ પેડની મદદથી હવામાં ઉડાવ્યા હતા. Model rocketry ના Workshop માં વિદ્યાર્થીઓને Newton ના અને Bernoulli ના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા.

Advertisement

Summer Science Program -2024

આ પણ વાંચો: Rajkot માં 3 માસની બાળકી સાથે ભુવાએ આ શું કર્યું..? આ અંધશ્રદ્ધા મારી નાખશે..!

14થી 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે ભાગ લઈ શકે

વેકેશનની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વિજ્ઞાનને સરળતાથી સમજી શકે અને કંઈક નવું શીખી શકે તે માટે આ ‘સમર સાયન્સ પ્રોગ્રામ-2024’નું આયોજન કરવામાં આવ્યું છે. 14થી 18 વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ આ Workshops માં વિનામૂલ્યે ભાગ લઈ શકે છે. મહત્વનું છે કે Gujarat Science City દ્વારા વિદ્યાર્થીઓ અને લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: Museum Day: તેજગઢમાં Museum of Voice ના આધારે લોકોને સંસ્કૃતિ અને પરંપરાને પ્રોત્સાહન અપાઈ રહ્યું

Tags :
Advertisement

.