Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Statue of Unity : Bill Gates નું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું

Statue of Unity : ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બન્યા છે તેઓ સરદાર પટેલને જોવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) જવા વડોદરા એરપોર્ટથી હેલિકોપ્ટરમાં બેસી કેવડિયા આગમન થયું...
statue of unity   bill gates નું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું

Statue of Unity : ગુજરાતમાં વિશ્વના સૌથી મોટા ધનિક ઉદ્યોગપતિ અને માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બન્યા છે તેઓ સરદાર પટેલને જોવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of Unity) જવા વડોદરા એરપોર્ટથી હેલિકોપ્ટરમાં બેસી કેવડિયા આગમન થયું છે નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ બિલ ગેટ્સનું ગુજરાતના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, નર્મદા નિગમના વહીવટી સંચાલક અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ચેરમેન મુકેશ પુરી, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, સહિત ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

Advertisement

કલેક્ટર-CP બિલ ગેટ્સનું સ્વાગત કરશે
બિલ ગેટ્સના આગમનને લઈ વડોદરા એરપોર્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હરણી પોલીસ મથકના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો. બિલ ગેટ્સના આગમન પૂર્વે ઉચ્ચ અધિકારીઓ સહિત કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યારે કલેક્ટર બિજલ શાહ અને પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે એરપોર્ટ પર બિલ ગેટ્સનું સ્વાગત કર્યું હતું.

Advertisement

અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં હાજરી આપશે
આજથી જામનગરમાં દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું આજથી ત્રણ દિવસનું પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થયું છે. ત્યારે બિલ ગેટ્સ એમાં હાજરી આપવાના છે.

Advertisement

આ  પણ  વાંચો  - Anant Radhika Wedding : બિઝનેસ-ફિલ્મ અને ખેલ જગતની હસ્તીઓનો જામનગરમાં જમાવડો

Tags :
Advertisement

.