Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સાળંગપુર ભીંતચિત્ર વિવાદ મામલે ભીમનાથ મહાદેવના મહંતનું નિવેદન

અહેવાલ _ગજેન્દ્ર ખાચર બોટાદ  સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે જે પ્રમાણે ભીત ચિત્રોને વિવાદ ચાલી રહ્યો છે તેને લઇ બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત મહામંડલેશ્વર એવા આશુતોષ ગીરીબાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં જે અભિત ચિત્રો છે તે...
01:04 PM Sep 02, 2023 IST | Hiren Dave
અહેવાલ _ગજેન્દ્ર ખાચર બોટાદ 
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે જે પ્રમાણે ભીત ચિત્રોને વિવાદ ચાલી રહ્યો છે તેને લઇ બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત મહામંડલેશ્વર એવા આશુતોષ ગીરીબાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં જે અભિત ચિત્રો છે તે વહેલી તકે મંદિર વિભાગ દ્વારા હટાવી લેવામાં આવે. નહીંતર આગામી દિવસોમાં જરૂર પડે તો 5000 જેટલા સાધુ સંતો હનુમાનજી મંદિર ખાતે ઉપવાસ પર બેસી અને આ ભીંતચિત્રો હટાવાની કામગીરી કરશે
સાધુ સંતોમાં પણ ભારે રોષ
સુપ્રસિધ્ધિ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા સમયથી જે 54 ફૂટની પ્રતિમા મૂકવામાં આવેલ છે. તેની નીચે જે ચિત્ર મૂકવામાં આવ્યા છે તેને લઈ કંઈક ભારે વિવાહ સર્જાયો છે .અને સાધુ સંતો માં પણ ભારે જોવા મળી રહ્યો છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ ભિતચિત્રો નહીં હટાવવામાં આવે તે પ્રમાણેના નિવેદનો પણ સ્વામીના સંપ્રદાય તરફથી આવી રહ્યા છે. ત્યારે આ નિવેદનને લઈ સાધુ સંતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આગામી દિવસોમાં સંતોની એક બેઠક યોજાશે : આશુતોષગીરી બાપુ
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું ભીમનાથ મહાદેવ મંદિર જે પાંડવકાલીન મહાદેવ મંદિર છે ત્યારે અહીંના મહંત એવા મહામંડલેશ્વર આશુતોષગીરી બાપુ દ્વારા મીડિયા ને નિવેદન આપવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે આ ભીતચિત્ર બનાવવામાં આવ્યા છે તે વહેલી તકે હટાવી લેવામાં આવે આ યોગ્ય નથી .તેમ જ આગામી દિવસોમાં આ મામલે લીબડી ખાતે 100 જેટલા સાધુ સંતોની એક બેઠક યોજવાની છે .
તેમજ ત્યારબાદ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે 3,000 જેટલા સાધુ સંતોનું અધિવેશન પણ મળશે. તેમજ જરૂર પડે તો કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે. અને તેમ છતાં પણ જો મંદિર વિભાગ દ્વારા આભે ચિત્રો નહીં હટાવવામાં આવે તો જરૂરું પડશે તો 5,000 જેટલા સાધુ સંતો સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચશે ઉપવાસ આંદોલન પણ કરશુ અને તેમ છતાં પણ જો ચિત્રો હટાવવામાં નહિ આવે તો સાધુ સંતો દ્વારા જાતે આ ભિત ચિત્રો હટાવી લેશું તેવું તેમને અહીંયા નિવેદન આપ્યું છે એટલે કે ચોક્કસ મહામંડલેશ્વર ગીરીબાપુમાં પણ ભારે રોષજોવા મળ્યો હતો.અને તેમણે જણાવાયું હતું કે આ ભીત ચિત્રો હટાવવામ નહિ આવે તો સનાતન ધર્મ સંતો જરૂરું પડશે તો શાસ્ત્રો અને શસ્ત્રોનો ઉપયોગ કરશું.
આ  પણ  વાંચો-ગુજરાતની આંગણવાડીના 15 લાખથી વધુ બાળકો ટેક હોમ રાશન દ્વારા મેળવે છે પોષણયુક્ત આહાર
Tags :
Bhimanath MahadevControversy to fear paintingsMahant'sSalangpur Hanumanji templeSKING OF SALANGPUR
Next Article