World Tribal Day : તાપી-સોનગઢના ગુણસરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની થશે ઉજવણી
અહેવાલ - અક્ષય ભદાણે, તાપી
આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો, અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસના ભાગરૂપે, યુનો દ્વારા તા.૯મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ 14 જેટલા આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓમાં, આવતી કાલે એટલે કે તા.૯મી ઓગસ્ટના રોજ 'વિશ્વ આદિવાસી દિન'ની ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે આ વર્ષે ‘વિશ્વ આદિવાસી દિવસ’ ૨૦૨૩ની રાજ્યકક્ષાની ઉજવણી, તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ગુણસદા ખાતેથી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને થઈ રહી છે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે તાપી જિલ્લાના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહર્ત અને લોકાર્પણ, સહિત આદિવાસી કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો એનાયત કરવામાં આવશે .
પ્રજાજનોને 'વિશ્વ આદિવાસી દિવસ'ની સોગાદ પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા આપવામાં આવનાર છે.જેમાં માળખાગત સુવિધાઓના કુલ રૂા.૭૩.૧૨ કરોડના જુદા જુદા કુલ ૧૭૬ કામોનું લોકાર્પણ, અને રૂ.૭૫.૪૭ કરોડના કુલ ૨૬૧ કામોનું ખાતમુહુર્ત મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે થનાર છે.
આ પણ વાંચો -AYODHYA MANDIR : સુરતની સંસ્થાનો અલગ જ વિચાર, દિવાળી ગિફ્ટ માટે બનાવ્યા રામ મંદિરના મોડલ