Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SSC Result : ધોરણ 10નું આજે પરિણામ થશે જાહેર,9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

SSC Result:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું થોડા દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે ધોરણ 10ના પરિણામ(SSC Result)ની જાહેરાત થવામાં હવે ગણતરીની મિનિટો બાકી છે. આજે ધોરણ...
ssc result   ધોરણ 10નું આજે પરિણામ થશે જાહેર 9 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા

SSC Result:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું થોડા દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે ધોરણ 10ના પરિણામ(SSC Result)ની જાહેરાત થવામાં હવે ગણતરીની મિનિટો બાકી છે. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે ધોરણ 10માં નવ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

Advertisement

નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી

નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ 10માં નવ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org ઉપરથી સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર થશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડનું વર્ષ 2023માં ઘોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યુ હતુ.

Advertisement

Advertisement

વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં આ જિલ્લાનું સૌથી વધુ પરિણામ

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે. સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ)માં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું 92.80 ટકા જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36 ટકા પરિણામ જાહેર થયું છે.

આ પણ  વાંચો - VADODARA : BJP ના કોર્પોરેટર સામે કાર્યકરોનો મોરચો, “અમે બહિષ્કાર કરીએ છે”

આ પણ  વાંચો - Unjha: લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા! ઊંઝામાંથી ભેળસેળ વાળી વરીયાળી બનાવતી પેઢી ઝડપાઈ

આ પણ  વાંચો - CID Raid On Angadia firm: રાજ્યની આંગડિયા પેઢીઓ આવી CID અને આયકર વિભાગના રડારમાં

Tags :
Advertisement

.