Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંચમહાલમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની જાસૂસીનો થયો ઘટસ્ફોટ

અહેવાલ : નામદેવ પાટીલ સરકારી વાહનોના લોકેશન શેર કરવાની ચોંકાવનારી હકીકત સામે આવી પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન શેર કરવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે .જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફીયાઓ, ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતાં ઈસમો દ્વારા સોશ્યલ...
પંચમહાલમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી અધિકારીઓની જાસૂસીનો થયો ઘટસ્ફોટ

અહેવાલ : નામદેવ પાટીલ

Advertisement

સરકારી વાહનોના લોકેશન શેર કરવાની ચોંકાવનારી હકીકત સામે આવી

પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન શેર કરવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે .જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફીયાઓ, ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરતાં ઈસમો દ્વારા સોશ્યલ મીડિયામાં ગ્રુપ બનાવીને અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન એકબીજા શેર કરતા હોવાની વિગતો સામે આવી છે. ગોધરા પ્રાંત અધિકારી દ્વારા આવા એક ઈસમની અટકાયત કરીને તેઓનો મોબાઈલ ફોન કબ્જે લઈને કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

ઓડિયો મેસેજથી સરકારી વાહનનું લોકેશન એકબીજાને આપવામાં આવતું

પંચમહાલ જિલ્લાના બેફામ બનેલા કહેવાતાં ખનીજ માફીયાઓ સહિત અનઅધિકૃત કામગીરી સાથે સંકળાયેલા વ્યક્તિ ઓ દ્વારા સરકારી કાર્યવાહીથી બચવા માટે નવો કીમિયો અપનાવવામાં આવ્યો હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે. જેના માટે ચોક્કસ સ્થળો પર કેટલાક વ્યક્તિ ઓને નક્કી કરીને ઊભા રાખવામાં આવતા હતા અને જેઓ દ્વારા ઓડિયો મેસેજનાથી સરકારી વાહનનું લોકેશન એકબીજાને આપવામાં આવી રહ્યું છે. જેથી આવા તત્વોને ડામવા માટે અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોધરા પ્રાંત અધિકારી દ્વારા કાલોલ તાલુકાના ચલાલી નજીકથી આવા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે, હાલ તો પકડાયેલા ઇસમને વેજલપુર પોલીસમથકે સોંપીને તેની સામે અટકાયતી પગલાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Advertisement

પોલીસ દ્વારા મોબાઈલ ફોન નંબરના આધારે ત્રણ જેટલા ઇસમોની અટકાયત 

પંચમહાલ જિલ્લામાં વોટ્સએપ ગ્રૂપ દ્વારા અધિકારીઓના સરકારી વાહનોના લોકેશન ટ્રેસ કરવાનું સમગ્ર કૌભાંડ બહાર આવતાં ગ્રુપના એડમીન અને મેમ્બર્સમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ આવા તમામ ગ્રુપમાં રહેલા મેમ્બર્સ પોતે જ લેફ્ટ થવા માંડ્યા હતા, તેમજ કેટલાક ગ્રુપમાં એડમિન દ્વારા પોતે જ તમામ મેમ્બર્સને રિમુવ કરીને ગ્રૂપ બંધ કરવા માંડ્યા હતા. સમગ્ર મામલે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે આવા તમામ વોટ્સેપ ગ્રુપના એડમીન તથા તેમાં રહેલા મેમ્બર્સ સામે મોબાઈલ નંબરના આધારે કાર્યવાહી કરવામાં આવનાર છે. આ પ્રકારની હકીકતો બહાર આવતા મોડીસાંજે પોલીસ દ્વારા મોબાઈલ ફોન નંબરના આધારે ત્રણ જેટલા ઇસમોની અટકાયત કરવામાં આવી છે, જેઓના મોબાઈલ ફોન કબ્જે લઈને અન્ય કેટલા ઇસમોની સંડોવણી છે એ દિશામાં તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગોંડલ તાલુકામાં રાજાશાહી સમયના બે પુલનું ઈન્ટેક સંસ્થા દ્વારા રીપેરીંગ કરાયું

Tags :
Advertisement

.