ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Singer Dr. Kamlesh Awasthi: ગુજરાત સહિત દેશમાં વૉઈસ ઓફ મુકેશ તરીકે પ્રખ્યાત ડૉ. કમલેશ અવસ્થીનું નિધન

Singer Dr. Kamlesh Awasthi: ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ડૉ. કમલેશ અવસ્થી (Dr. Kamlesh Awasthi) નું નિધન થયું. તેઓ ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં Voice of Mukesh તરીકે લોકપ્રિય હતા. જોકે ઘાણા સમયથી ડૉ. કમલેશ અવસ્થી (Dr. Kamlesh Awasthi) બીમાર હતા. જોકે તેમની...
07:53 PM Mar 28, 2024 IST | Aviraj Bagda

Singer Dr. Kamlesh Awasthi: ગુજરાતના પ્રસિદ્ધ ગાયક ડૉ. કમલેશ અવસ્થી (Dr. Kamlesh Awasthi) નું નિધન થયું. તેઓ ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં Voice of Mukesh તરીકે લોકપ્રિય હતા. જોકે ઘાણા સમયથી ડૉ. કમલેશ અવસ્થી (Dr. Kamlesh Awasthi) બીમાર હતા. જોકે તેમની સ્ટ્રોક (Stroke) બીમારીની સારવાર Ahmedabad ના એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી હતી. તેઓ છેલ્લા 4 મહિનાથી કોમામાં હતા. ત્યારે આજરોજ તેમણે Ahmedabad માં અંતિમ શ્વાસ છોડ્યા હતા.

પ્રથમ સંગીત આલ્બમ ટ્રીબ્યુટ ટુ મુકેશ રિલીઝ કર્યું

ડૉ. કમલેશ આવસ્થી (Dr. Kamlesh Awasthi) નો જન્મ સાવરકુંડલામાં વર્ષ 1945 માં થયો હતો. તેમણે તેમનો અભ્યાસ M.Sc., Ph.D. ભાવનગર યુનિવર્સિટી (Bhavnagar University)માંથી સંપૂર્ણ કર્યો હતો. તેમણે તેમની સંગીત ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત ભાવનગર (Bhavnagar) સપ્તકલામાં કલા ગુરૂ ભાર્વભાઈ પંડ્યાના હાથ નીચે કરી હતી. તેમણે સંગીત ક્ષેત્રે તેમનું પ્રથમ સંગીત આલ્બમ ટ્રિબ્યુટ ટુ મુકેશ (Tribute to Mukesh) રિલીઝ કર્યું હતું.

તેમણે 8 જેટલી હિન્દી ફિલ્મોમાં અને અનેક ગુજરાતી ફિલ્લોમાં ગીતો ગાઈને લોકોમાં લોકપ્રિય બન્યા હતા. તેમણે રાજ કપૂરના જીવનની અંતિમ ફિલ્લ ગોપીચંદ જાસુસમાં પાશ્વ ગાયક તરીકે ગાયકી નિભાવી હતી. ત્યારે તેમણે તેમના સન્માન કહ્યું હતું કે, દેશને મુકેશ પાછા મળી ગયા છે. ત્યારે તેમણે Voice of Mukesh તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

તેમને મુકેશ મેમોરિયલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા

તેમને વિવિધ ક્ષેત્રે રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય સ્તરે સાતકે પુરસ્કાર મળ્યા હતા. તે ઉપરાંત તેમને ભારતીય વિદ્યાભવન યોજિત ઓલ ઈન્ડિયા સુગત સંગીત સમારોહમાં ગુજરાતમાંથી એકમાત્ર ગાયક તેઓ હતા. તેમને મીલેનિયમ મુકેશ મેમોરિયલ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમણે એકવાર કહ્યું હતું કે, સંગીત અને કોઈ પણ કલા ક્ષેત્રે જો તમે આપણે કલાકાર તરીકેની પ્રશંસા અને નામનાને માત્ર હૈયામાં સ્થાન આપશું અને તેને મગજ પર સવાર નહીં થવા દઈએ તો સફળતાની સિડીઓ વધુ ચડી શકશું.

આ પણ વાંચો: Jamnagar Lok Sabha : આ બેઠક જે જીતે તે કેન્દ્રમાં બનાવે છે સરકાર

આ પણ વાંચો: Bhavnagar Swine Flu Case: અમદાવાદ બાદ ભાવનગરમાં સ્વાઈન ફ્લૂએ મચાવ્યો કહેર

આ પણ વાંચો: Banaskantha : પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા, NDPS કેસમાં પાલનપુર સેશન્સ કોર્ટે ફટકારી સજા

Tags :
AhmedabadAwardsBhavnagarBhavnagar UniversityDr. Kamlesh AwasthiGujaratGujaratFirstNationalSingerSingingVoice of Mukesh
Next Article