Science Camp: સાયન્સ સિટીમાં ગુજકોસ્ટના સહયોગથી 4 દિવસીય STI R&D કેમ્પનો પ્રારંભ
Science Camp: ગુજરાતના અમદાવાદમાં આવેલા સાયન્સ સિટી (Science City) માં 4 દિવસીય STI R&D કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પનું આયોજન સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટી (Science City) અને ગુજકોસ્ટ (GUJCOST) ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે.
- કેમ્પ 16 થી 19 ફેબ્રુ. સુધી કાર્યરત રહેશે
- કેમ્પમાં વિજ્ઞાન ક્ષેત્રે વિવિધ તાલીમ અપાશે
- કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવોની યાદી
- વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરાયું
કેમ્પ 16 થી 19 ફેબ્રુ. સુધી કાર્યરત રહેશે
ગુજરાતમાં વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશન (STI) નીતિના અમલીકરણ માટેની નોડલ એજન્સી GUJCOST દ્વારા પ્રથમ વખત આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય યુવા સંશોધકોને સંશોધન અને નવીનતાની સંસ્કૃતિ પ્રત્યે પ્રેરિત કરવાનો અને સંસ્કૃતિ વિકસાવવાનો છે. સાયન્સ સિટી (Science City) ના સાયન્સ ડોમ ખાતે 16 થી 19 ફેબ્રુઆરી સુધી ચાર દિવસ માટે આયોજિત આ કેમ્પમાં રીસર્ચર Students, Ph.D. Research Scholar, Teachers અને Researcher Scientist એ ભાગ લીધો છે.
કેમ્પમાં વિજ્ઞાન ક્ષેત્રે વિવિધ તાલીમ અપાશે
STI R&D કેમ્પ માટે રાજ્યભરમાંથી જુદા જુદા જિલ્લાઓની 60 સંશોધન Institution, University અને Collage માંથી કુલ 467 રજીસ્ટ્રેશન મળ્યા હતા. જે પૈકી 281 સહભાગીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં 150 યુવકો અને 131 યુવતીઓનો સમાવેશ થાય છે. આ કેમ્પમાં સહભાગીઓને વિજ્ઞાન (Science), ટેકનોલોજી (Technology) અને આરોગ્ય ક્ષેત્રે ઉભરતી તકનીકો અને સામાજિક મુદ્દાઓના વિવિધ પાસાંઓ પર તાલીમ આપવામાં આવશે. સ્થાનિક સમસ્યાઓને જાણીને તેના નિરાકરણ માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી (Science and Technology) નો કેવી રીતે લાભ લઈ શકાય તે અંગેની સમજ સહભાગીઓ મેળવશે.
Science Camp
કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવોની યાદી
STI R&D કેમ્પમાં ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી (Science and Technology) વિભાગના SEED ડિવિઝનના હેડ ડૉ. અનીતા અગ્રવાલ, SAC-ISRO ના ડાયરેક્ટર નિલેશ દેસાઈ, ગુજરાત સાયન્સ સિટી (Science City) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે.બી.વદર, ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ સાહુ તેમજ ગુજરાત સેમિકન્ડક્ટર અને ઈલેક્ટ્રોનિક મિશન અને ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન જેવી રાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓ સહિત પ્રતિષ્ઠિત નિષ્ણાતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરાયું
કાર્યક્રમના સહભાગીઓને ગુજરાત સાયન્સ સિટી (Science City) ની એક્વેટિક અને રોબોટિક્સ (Robots) ગેલેરીની મુલાકાત કરવાનો, IMAX 3D થિયેટરમાં શૉ જોવાનો, ભારતના સૌથી મોટા મલ્ટીમીડિયા લેસર એન્ડ ફાઉન્ટેન શૉ (Multimedia Laser and Fountain Show) જોવાનો તેમજ SAC-ISRO અને PRL ખાતેની જાણીતી પ્રયોગશાળાઓની મુલાકાત લેઈ જાત અનુભવથી વિજ્ઞાન શીખવાનો પણ અવસર પ્રદાન કરવામાં આવશે. સાયન્સ સિટીમાં આયોજીત STI R&D કેમ્પ સહભાગીઓને એક પરિવર્તનકારી અનુભવ પ્રદાન કરશે, જે ગુજરાતમાં સંશોધન અને નવીનતાના ભાવિને આકાર આપવામાં અને વિકસીત ભારતના સંકલ્પને પૂરો કરવામાં મદદરૂપ સાબિત થશે.
અહેવાલ સંજ્ય જોશી
આ પણ વાંચો: Cartosat-2 Satellite: 17 વર્ષ બાદ ઈસરોએ અંતરિક્ષમાં રહેલા સેટેલાઈટને સફળતાથી પૃથ્વીમાં પહોંચાડ્યો