Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વાવાઝોડાએ વેરવિખેર કર્યુ, તો ગ્રામજનોએ સાથે મળી ગામને ફરીથી ઉભુ કરી દીધું

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ  કુદરતી આફતો સામે મુશ્કેલીના સમયે જ્યારે લોકો ખભે ખભા મિલાવીને એક સંપ સાથે જોતરાઈ જાય ત્યારે કોઈ કામ મુશ્કેલ હોતું નથી.આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે કચ્છના માંડવી તાલુકાના નાના ખાખર ગામના લોકોએ . બિપરજોય...
07:22 PM Jun 18, 2023 IST | Vishal Dave

અહેવાલઃ કૌશીક છાંયા, કચ્છ 

કુદરતી આફતો સામે મુશ્કેલીના સમયે જ્યારે લોકો ખભે ખભા મિલાવીને એક સંપ સાથે જોતરાઈ જાય ત્યારે કોઈ કામ મુશ્કેલ હોતું નથી.આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે કચ્છના માંડવી તાલુકાના નાના ખાખર ગામના લોકોએ . બિપરજોય વાવાઝોડું આવ્યા બાદ માંડવીના પાંચ હજારની વસ્તી ધરાવતા નાની ખાખર ગામમાં અનેક વૃક્ષો ધરાશાયી થતા વીજ થાંભલાઓ પડી ગયા હતા.

પીજીવીસીએલની ટીમ તેમની કામગીરી આરંભે તે પહેલા ગામના લોકોએ નક્કી કર્યું કે આપણે વહેલા મેં વહેલી તકે ગામને પૂર્વવત કરવું છે, એટલે ૧૦૦થી વધુ ગામલોકોએ કુહાડી, પાવડા, ધારિયા સહિતના હથિયારો લઈને રસ્તા પર પડેલા ઝાડને કાપવાનું શરૂ કર્યું અને રોડ ખુલ્લો કરવાની કામગીરી શરૂ કરી. સાથોસાથ ઝાડ પડી જવાથી અનેક વીજ પોલ પડી ગયેલા જેને કારણે વીજ પુરવઠો પૂર્વવત કરવા, વીજપોલ ફરીથી ઊભા કરવા પીજીવીસીએલની ટીમ સાથે ગ્રામજનોએ જેસીબી, લોડર ,ટ્રેક્ટર સહિત‌‌ સાધનો પુરા પાડી પીજીવીસીએલ ટીમને પૂરો સહયોગ આપ્યો. માત્ર એટલું જ નહીં તેઓને ભોજન તેમજ ફૂડ પેકેટ, ચા પાણીની વ્યવસ્થા પણ કરી આપી.

આ ઉપરાંત ગતરોજ જ્યારે ગામમાં વીજળી ન હતી ત્યારે પીજીવીસીએલની ટીમના સહયોગથી ટ્રાન્સફોર્મર ઉતારી ડાયરેક્ટ લાઈન કરી પાણી પુરવઠાની કામગીરી શરૂ કરાવવામાં આવી હતી. ગ્રામલોકોએ જણાવ્યું હતું કે, પીજીવીસીએલ દ્વારા વીજ પોલ ઉભા કરી આપવામાં આવ્યા છે તેમજ માંડવીથી જરૂરી સાધન સામગ્રી આવી જતા આજ સાંજ સુધીમાં જ જ્યોતિગ્રામ યોજના તળે ગામમાં વીજ લાઈન પૂર્વવત થઈ જશે. આવા જ

ગામના આગેવાન દિલીપસિંહ જાડેજા જણાવે છે કે, વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડું આવ્યું તે પૂર્વે જ વીજપોલ વાયર તેમજ આનુસંગિક સાધન પૂરા પાડી દેવામાં આવ્યા હતા. જેને પરિણામે સમયસર તમામ સાધન સામગ્રી ઉપલબ્ધ હોઇ વીજ પુરવઠો ખૂબ ઝડપથી પૂર્વવત થઈ રહ્યો છે. આ પ્રકારના આગોતરા આયોજનના કારણે લોકોની તકલીફ ખૂબ ઝડપથી દૂર થઈ રહી છે તે માટે તેમને સરકારશ્રીનો પણ આભાર માન્યો હતો.આમ ગ્રામજનોના સહયોગથી ગ્રામજનોની જરૂરિયાત પૂરી કરવા એકબીજા સાથે સહયોગ અને સંકલન સાધી એક નમૂનારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે

Tags :
scatteredstormtogether rebuildvillagevillagers
Next Article