Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Saurashtra Earthquake: ભર ઉનાળે ગીર-સોમનાથમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા

Saurashtra Earthquake: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગીર-સોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરના સમયે 4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3:14 વાગ્યે 3.7 ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપનો બીજા આંચકો 3.18 વાગ્યે તીવ્રતા 3.4 નો આવ્યો...
08:14 PM May 08, 2024 IST | Aviraj Bagda
Saurashtra Earthquake

Saurashtra Earthquake: ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગીર-સોમનાથમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરના સમયે 4 મિનિટમાં બે વખત ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપનો એક આંચકો 3:14 વાગ્યે 3.7 ની તીવ્રતાનો અનુભવાયો હતો. જ્યારે ભૂકંપનો બીજા આંચકો 3.18 વાગ્યે તીવ્રતા 3.4 નો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 12 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વમાં નોંધાયું હતું. આ અંગે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે માહિતી આપી છે.

ગીર સોમનાથના તાલાલાની આસપાસમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેને લઈને આ વિસ્તારના લોકો ભયભીત થઈ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે ભૂકંપના કારણે હજુ સુધી જાનમાલને નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. જોકે આ ભૂકંપના આંચકા સાસણ ગીર સુધી અનુભવાયા હતા.

આ પણ વાંચો: Bharuch બેઠક પર મામા-ભાણેજ વચ્ચે કાંટાની ટક્કર

ભૂકંપ સમયે બચવાના મહત્વના ઉપાય

આ પણ વાંચો: AHMEDABAD એરપોર્ટથી હવે સીધી વડોદરાની GSRTC બસ સેવા શરૂ કરાશે, જાણો વિગત

Tags :
earthquakeGujaratSaurashtraSaurashtra Earthquake
Next Article