Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Saksham Application: દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવશે Saksham (સક્ષમ) એપ્લિકેશન

Saksham Application: ચૂંટણી પંચ દ્વારા દેશમાં લોકસભા ચૂંટણી 2021 (Lok Sabha Election)ની જાહેરાત કરી દેવામાં આવી છે. વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો દ્વારા ચૂંટણી પંચ (Election Commission) દ્વારા મતદાન જાગૃતિ અંગે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 'Every vote counts'ના ધ્યેય...
08:50 PM Mar 23, 2024 IST | Aviraj Bagda
Saksham Application

Saksham Application: ચૂંટણી પંચ દ્વારા દેશમાં લોકસભા ચૂંટણી 2021 (Lok Sabha Election)ની જાહેરાત કરી દેવામાં આવી છે. વિવિધ પ્રવૃતિઓ અને કાર્યક્રમો દ્વારા ચૂંટણી પંચ (Election Commission) દ્વારા મતદાન જાગૃતિ અંગે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 'Every vote counts'ના ધ્યેય સૂત્ર સાથે ચૂંટણી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.

ડિજિટલ યુગમાં ટેકનોલોજીની બોલબાલા છે. ત્યારે દેશનું ચૂંટણી પંચ પણ ડિજિટલ ટેકનોલોજી આધારિત વિવિધ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મતદારોને સુવિધાઓ આપવા તેમજ મતદારોની સમસ્યાઓનું સમાધાન કરીને મતદાન અંગે જાગૃતિ ફેલાવવા અંગે સતત પ્રયાસરત છે. Water Helpline App, CVigil App જેવી ઘણી મોબાઈલ Applicartionથી મતદારો સુપેરે પરિચિત છે. આવી જ એક અન્ય એપ છે Saksham App દિવ્યાંગજનો માટે ખાસ ડિઝાઈન કરવામાં આવી છે.

Saksham Appથી દિવ્યાંગજનો(PwD)ને શું સુવિધાઓ મળે છે ?

Saksham Application

કયા ડિવાઈસમાં Saksham App સપોર્ટ કરે છે ?

એન્ડ્રોઇડ અને આઇઓએસ(ios) એમ બંને પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ફોન પર આ એપ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

Saksham એપનો ઉપયોગ કેવી રીતે કરવો ?

કોઈ પણ ચૂંટણી સેવાઓની વિનંતી કરવા માટે, પ્રથમ વખત ભાગ લઈ રહેલા દિવ્યાંગ મતદારોએ રજિસ્ટ્રેશન કરવા માટે તેમના રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર સાથે તેમનું નામ, સરનામું અને મોબાઇલ નંબરની વિગતો પ્રદાન કરવી પડશે.

જ્યારે નોંધાયેલા મતદારોએ રજિસ્ટ્રેશન માટે તેમના મતદાર ઓળખપત્રમાં ઉપરની બાજુ દર્શાવેલો તેમનો EPIC નંબર આપવો પડશે.

એકવાર રજિસ્ટ્રેશન થઈ ગયા બાદ બૂથ-લેવલના અધિકારી અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે તેમના ઘરે જશે. તે પછી, મતદાર ઓળખપત્રો તેમના સરનામાં પર મોકલવામાં આવશે. આ એપ દ્વારા માત્ર પીડબ્લ્યુડીને મતદાનના દિવસે વ્હીલચેર માટે વિનંતી કરવાની સુવિધા પણ આપવામાં આવી છે.

Saksham Application

Saksham એપના વિવિધ ફીચર્સ

એપ ક્યાંથી ડાઉનલોડ કરવી

અહીં આપેલી લિંક પરથી અથવા પ્લે સ્ટોર પરથી આ એપ ડાઉનલોડ કરી શકાય છે.

આમ, દિવ્યાંગજનો માટે ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે અનેકવિધ સુવિધાઓ પ્રદાન કરતી અને એકદમ સરળતાથી ઉપયોગ કરી શકાતી Saksham (સક્ષમ) એપ દિવ્યાંગજનો માટે એક મૂલ્યવાન સાથીની ગરજ સારે છે.

અહેવાલ સંજ્ય જોશી

આ પણ વાંચો: FILM : ગુજરાતી ફિલ્મ “ભારત મારો દેશ છે” ને ગુજરાત રાજ્ય પુરસ્કાર 2021માં મળ્યા 6 એવોર્ડ

આ પણ વાંચો: SURAT : ચૂંટણી પ્રચાર માટે સોશિયલ મીડિયા નેટવર્ક મજબૂત કરવા BJP નો પ્રયાસ, CR પાટીલની હાજરીમાં આ ખાસ આયોજન

આ પણ વાંચો: Gujarat BJP : લોકસભાની ચૂંટણી પહેલા આ 4 બેઠકો હાલ ઘણી ચર્ચામાં, ક્યાંક BJP ઉમેદવારોની પીછેહઠ તો ક્યાંક કરાયા દાવા!

Tags :
Central Election CommissionElection CommissionEpicGujaratHandicappedLok-Sabha-electionPwDSaksham Application
Next Article