Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarmati BJP: સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ભાજપે વિશાળ જનસભાને સંબોધિત કરી

Sabarmati BJP: આજરોજ ગાંધીનગર જનસંપર્ક અભિયાન હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જનસભા સાથે ગુજરાત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાબરમતી વિધાનસભા વિસ્તારમાં જનસભા યોજાઈ...
sabarmati bjp  સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ભાજપે વિશાળ જનસભાને સંબોધિત કરી

Sabarmati BJP: આજરોજ ગાંધીનગર જનસંપર્ક અભિયાન હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સાબરમતી વિધાનસભા વિસ્તારમાં ભાજપ દ્વારા જનસંપર્ક અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જનસભા સાથે ગુજરાત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

  • સાબરમતી વિધાનસભા વિસ્તારમાં જનસભા યોજાઈ
  • ભાજપના આગેવાનો અને કાર્યકારો કહ્યા ઉપસ્થિત
  • મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખે ખાસ અપીલ કરી

આ કાર્યક્રમમાં ખાસ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હાતા. ત્યારે મુખ્યમંત્રીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, પીએમ મોદીએ દુનિયાભરમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. પીએમ મોદીના નેતૃત્વમાં આર્થિક ક્ષેત્રે ભારત 11 માં સ્થાનેથી સીધા 10 વર્ષમાં 3 સ્થાને આવી ગયું છે. તો ભારતના પાસપોર્ટની વેલ્યુ આજે આંતરાષ્ટ્રીય સ્તરે થતી જોવા મળે છે.

Sabarmati BJP

Advertisement

કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું નિવેદન

તેમણે વધુમાં જણાવ્યુ કે, દેશમાં પ્રાથમિક સુવિધાઓ છેવાડાના વિસ્તાર સુધી પહોંચી છે. દેશમાં આજ માત્ર પીએમ મોદીની ગેરંટી ચાલે છે. સરકારી યોજનાઓનો વ્યાપ વધ્યો અને નાનામાં નાનો વ્યક્તિને તેનો લાભ મળ્યો છે. વર્ષ 2047 માં વિકસિત ભારત કેવી રીતે દુનિયામાં ઓળખાશે તેના રોડમેપ તૈયાર કરી દેવામાં આવ્યો છે. તો બીજી બાજુ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દિલ્હીમાં બેઠા છે, પણ આજે પણ ગાંધીનગર મત શેત્રનું હંમેશા ધ્યાન રાખે છે.

Sabarmati BJP

Advertisement

સી. આર. પાટીલનું નિવેદન

તો આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે, ગાંધીનગર લોકસભા મતશેત્રમાં પાણી સંગ્રહ માટેની વ્યવસ્થા, વૃક્ષારોપણ માટેની પણ ઉત્તમ સુવિધા ઊભી કરાઇ છે. આજે પીએમ મોદીના નેતૃત્વમાં દુનિયાની 500 મોટી કંપનીઓમાંની 100 થી વધુ કંપનીઓ ગુજરાતમાં છે. ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે.

આ પણ વાંચો: Parshottam Rupala News: હું ફોર્મ ભરવા જાવ ત્યારે તમારા બધાએ સાથે આવવાનું છે

આ પણ વાંચો: Surat Food And Drugs: Ice Dish અને બરફ-ગોળાના શોખીન લોકો ખાતા પહેલા આ જરૂર વાંચજો

આ પણ વાંચો: Vadodara MD Drugs: શું વડોદરા ગેટ વે ઓફ ડ્રગ્સ સિટી બની રહ્યું છે?

Tags :
Advertisement

.