Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sabarkantha Potato Farming: સાબરકાંઠા જિલ્લામાં 27 હજાર હેક્ટર કરતાં વધુ બટાકા નુ વાવેતર કરવામાં આવ્યુ

Sabarkantha Potato Farming: આ વખતે ઉત્તર ગુજરાતમાં બટાકાનું વાવેતર સારા પ્રમાણે થયું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં 27 હજાર હેક્ટર કરતા વધું બટાકાનું વાવેતર કરવામાં આવ્યુ છે. એમાય મોટા ભાગના ખેડુતોએ કોન્ટ્રાક્ટ ફાર્મીંગ દ્રારા ખેતી કરી રહ્યા છે. સાબરકાંઠામાં મોટા ભાગના...
sabarkantha potato farming  સાબરકાંઠા જિલ્લામાં 27 હજાર હેક્ટર કરતાં વધુ બટાકા નુ વાવેતર કરવામાં આવ્યુ

Sabarkantha Potato Farming: આ વખતે ઉત્તર ગુજરાતમાં બટાકાનું વાવેતર સારા પ્રમાણે થયું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં 27 હજાર હેક્ટર કરતા વધું બટાકાનું વાવેતર કરવામાં આવ્યુ છે. એમાય મોટા ભાગના ખેડુતોએ કોન્ટ્રાક્ટ ફાર્મીંગ દ્રારા ખેતી કરી રહ્યા છે.

Advertisement

  • સાબરકાંઠામાં મોટા ભાગના બટકાનું વાવેતર ગયું નિષ્ફળ
  • બટાકાના પાકમાં સુકારા રોગ જોવા મળ્યો
  • ખેડૂતોએ સરકારની મદદ આવે તેવી આશા રાખીને બેઠા

બટાકાની ખેતી પાછળ 1 વીઘા દીઠ 50 થી ૫૫ હજારનો ખર્ચ થાય છે. હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળ્યો છે. જેને લઈને બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

બટાકાના પાકમાં સુકારા રોગ જોવા મળ્યો

તે ઉપરાંત મુડિયા પણ કોવાઈ ગયા છે. આમ તો સાબરકાંઠાના હડીયોલ ગામમાં 70 ટકાથી વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યુ છે. ત્યારે મોટા ભાગના ખેતરોમાં સુકારા રોગ જોવા મળ્યો છે. જેને લઈને ખેડુતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આમ તો ગત સિઝને 500 મણનું ઉત્પાદન થતું હતું.

ખેડૂતોએ સરકારની મદદ આવે તેવી આશા રાખીને બેઠા

ખેડૂતોનું માનવું છે કે સવારમાં સતત વાદળ છાયા વાતાવરણ અને બટાકાના પાન ઝાકળ પડવાને કારણે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે. બટાકાની ખેતીમાં વાવેતરના ખર્ચ ઉપરાંત 20 થી 25 હજારની દવાઓનો છંટકાવ કરવા છતા પણ આ સુકારાનો નિવેળો આવ્યો નથી. ત્યારે હાલમાં ખેડૂતો સરકાર પાસે આશા રાખીને બેઠા છે કે આર્થિક રીતે તેમને મદદ કરવામાં આવે.

Advertisement

અહેવાલ - યશ ઉપાધ્યાય

આ પણ વાંચો: Sabarkantha Farmers Problem: સાબરકાંઠામાં દાડમના પાકમાં રોગચાળો આવતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યા

Tags :
Advertisement

.