ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabarkantha : ગોપાલકુંજની સીમમાંથી પકડાયેલો સરકારી અનાજના જથ્થાની તપાસ અવળે પાટે ચડી

અહેવાલ- યશ ઉપાધ્યાય, સાબરકાંઠા   EXCLUSIVE : ગોપાલકુંજની સીમમાંથી પકડાયેલો સરકારી અનાજના જથ્થાની તપાસ અવળે પાટે ચડી , શંકાસ્પદ ગણીને પકડેલ વાહનના અસલ માલિક કોણ ... ? જથ્થો ભરીને આવતું વાહન રસ્તામાં કેટલા ઠેકાણે કેમ રોકાયું ... ? તપાસનો વિષય ......
10:27 PM Aug 25, 2023 IST | Hiren Dave

અહેવાલ- યશ ઉપાધ્યાય, સાબરકાંઠા  

EXCLUSIVE : ગોપાલકુંજની સીમમાંથી પકડાયેલો સરકારી અનાજના જથ્થાની તપાસ અવળે પાટે ચડી , શંકાસ્પદ ગણીને પકડેલ વાહનના અસલ માલિક કોણ ... ? જથ્થો ભરીને આવતું વાહન રસ્તામાં કેટલા ઠેકાણે કેમ રોકાયું ... ? તપાસનો વિષય ... ! , અનાજનો જથ્થો કયાંથી આવ્યો ... ? તે અંગે અનેક શંકાકુશંકાઓ , વાંચો રસપ્રદ અહેવાલ

 

સાબરકાંઠા જિલ્લાના હિમતનગર તાલુકાના ગાંભોઈથી ભિલોડા જતા રોડ પરથી થોડાક દિવસ અગાઉ કેટલાક લોકોએ સસ્તા અનાજની દુકાનો મારફતે કાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવતા ચોખાનો કેટલોક જથ્થો પકડાયા બાદ પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદારે તપાસ કરી છે. પરંતુ તેમાં કર્યાંક કાચુ કપાયુ હોવાની આશંકા સેવાઈ રહી છે. હકિકતમાં જયાંથી અને જયારે જે જથ્થો ભરાયો તે અંગે જાણે કે અધિકારીઓ જાણતા ન હોય તેવી છાપ ઉપસી રહી છે. જેવી આ મામલે જરૂર પડે ઉચ્ચકક્ષાએથી તપાસ થાય તો ગણી વિગતો બહાર આવે તેવી શકયતા છે.

આ અંગે વિગત એવી છે કે, થોડાક દિવસ અગાઉ ગોપાલકુંજની સીમમાંથી ચોખાના ૪૦ કટ્ટાને શંકાસ્પદ ગણીને બે જણાએ તેને પકડી લીધો હતો. ત્યારબાદ તરતજ આ બંને જણાએ ગમે તે કારણસર મામલતદાર અને પુરવઠા વિભાગના અધિકારીને સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારબાદ જાણે કે કોઈ ચોક્કસ ઈરાદા કે પૂર્વક કામગીરી કરીને પૂરવઠા વિભાગના માલને એક સ્થળેથી બીજા સ્થળે વાહનમાં લઈ જતાં ઈજારદારને નિશાન બનાવાયા હોય તેવી છાપ ઉપસી રહી છે.

 

અધિકારીઓએ જથ્થો રાજય સરકારનો કે કેન્દ્રના એફસીઆઈનો છે તે અંગે તપાસ કરવાની કોઈ દરકાર લીધી નથી

તો બીજી હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જયારે પણ કાર્યવાહી કરાઈ ત્યારે કાર્યવાહી કરનાર અધિકારીઓએ આ જથ્થો રાજય સરકારનો કે કેન્દ્રના એફસીઆઈનો છે તે અંગે તપાસ કરવાની કોઈ દરકાર લીધી નથી. એટલુ જ નહીં પણ પુરવઠા વિભાગ દ્વારા વિતરણ કરાતા જથ્થાને કોથળામાં ભરીને તેના પર જે સીલાઈ લગાવવામાં આવે છે તેમાં પીળા કલરનો દોરો ગુજરાત સરકારનો જયારે લાલ કલરના દોરાવાળા કટ્ટા એફસીઆઈના હોવાનું કેટલાક જાણકારોનું કહેવુ છે. તો હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પકડાયેલો જથ્થો કયાંથી અને કયારે વાહનમાં ભરાયો તે અંગે પુરવઠાના ગોડાઉનમાંથી અથવા તો જયાં મોકલાયો હતો ત્યાં રસ્તામાં આવતા સીસી ટીવીના ફુટેજ તપાસવું અનિવાર્ય છે.એટલુ જ નહીં પણ જે જથ્થો વાહન સાથે પકડવામાં આવ્યો છે તે વાહનમાં જીપીએસ ટ્રેકર હતા તો તેની પણ તપાસ કરવી જોઈએ. સાથો સાથ એ પણ તપાસવુ જોઈએ કે જથ્થો ભરીને નિકળેલુ વાહન રસ્તામાં કેટલી વખત અને કયાં રોકાય તે પણ તપાસવુ જોઈએ.

આઈસીડીએસના જથ્થાની ફરીયાદ 6 મહિના પછી કેમ ... ?

છ મહિના અગાઉ જવાનગઢ ગામના સ્ટેન્ડ પાસેથી શંકાને આધારે એક ડાલામાંથી અંદાજે રૂ.૧૪,૫૪૧ની કિંમતના માતૃશક્તિ તથા પૂર્ણશક્તિની ૧૪ બેગ અનેક કેટલાક છુટા પેકેટ અજાણ્યો શખ્સ ચોરી કરીને તબેલા પાસે વેચવા માટે આવ્યો હતો પરંતુ ટોળુ થઈ જતાં તે ફેંકીને ભાગી ગયો છે. ત્યારબાદ છ મહિના પછી ગુરૂવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ ગણુ બધુ કહી જાય છે. ઉપરાંત ગોપાલકુંજની સીમમાંથી આઠ દિવસ અગાઉ પકડાયેલી બીનવારસી ગાડી નંબર જીજે.૧૮ટી.૨૬૭૧માંથી ચોખાના કટ્ટાની ફરીયાદ પણ નોંધાઈ છે.

 

પકડાયેલા વાહનના દસ્તાવેજ ચેક કરવા જરૂરી

ગોપાલકુંજમાંથી જે ચોખા ભરેલુ વાહન પકડાયું છે તે વાહનના દસ્તાવેજની ચકાસણી થવી જોઈએ. જ્યારે ફરીયાદી અને અન્ય એક શખ્સના ઈરાદાની પણ આ મામલે તપાસ થવી ઘટે.

Tags :
FCIGopalkunjGovt food grains quantityof the vehicle documentPlaintiffSabarkanthasupply department
Next Article