Sabarkantha Election Guidelines: જનરલ ઓબ્ઝર્વરની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
Sabarkantha Election Guidelines: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા સાબરકાંઠા (Sabarkantha) સંસદીય મતદાર વિભાગમાં જનરલ ઓબ્ઝર્વરની અધ્યક્ષતામાં શુક્રવારે નોડલ અધિકારીઓ સાથે બેઠક કલેક્ટર કચેરી હિંમતનગર ખાતે યોજાઈ હતી.
- જનરલ ઓબ્ઝર્વરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
- 100 ટકા મતદાન થાય તેવો અનુરોધ કરાયો
- આશાવર્કરની નિમણૂંક અંગે ચર્ચા કરવામાં આવી
Sabarkantha Election Guidelines: આ બેઠકમાં ઓબ્ઝર્વર રાજેન્દ્રકુમાર કટારાએ સાબરકાંઠા (Sabarkantha) મત વિભાગના મતદારો (Voters) અંગે જાણકારી મેળવી હતી. જિલ્લાના મતદાન મથકો (Voting Booth) સહિત 1279 પોલિંગ સ્ટેશન ઉપર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાય તેના પર ભાર મુક્યો હતો. જિલ્લા (Sabrkantha) ના કુલ 1922 દિવ્યાંગ (Handicapped) મતદારો (Voters) પૈકી મતદાનના દિવસે કેટલા દિવ્યાંગ (Handicapped) મતદારો (Voting) ને વ્હીલચેરની જરૂરીયાત જણાશે તેની વિગતો રાખવા સૂચન કર્યુ હતું.
આ પણ વાંચો: Worl Liver Day: અમદાવાદ Civil Hospital માં અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ, 3 વર્ષમાં થયા 150 અંગદાન
100 ટકા મતદાન થાય તેવો અનુરોધ કરાયો
વધુમાં નિરીક્ષકએ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં વધુમાં વધુ મતદાન (Voters) થાય તે માટે પંચાયતો વચ્ચે મતદાન (Voting) માટે તંદુરસ્ત હરીફાઇ થાય, તેમજ નરેગાના કામદારોમાં મતદાન (Voting) અંગે જાગૃત થાય તે માટેની કામગીરી કરવા અંગે જણાવ્યું હતું. તે ઉપરાંત તેમણે થર્ડ જેન્ડર અને સંવેદનશીલ આદિમ જૂથો એવા કાથોડી લોકો 100 ટકા મતદાન (Voting) કરે તે માટે અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો: Padminiba : પદ્મિનીબાના ગંભીર આક્ષેપ, રાજપૂત સમાજની સંકલન સમિતિ પર ઉઠાવ્યા આ સવાલ!
આશાવર્કરની નિમણૂંક અંગે ચર્ચા કરવામાં આવી
મતદાનના દિવસે (Voting Day) ગરમીના કારણે મતદારો (Voters) ને હિટવેવ સામે રક્ષણ સહિત પ્રાથમિક સુવિધા મળી રહે, તે માટે આશાવર્કરની નિમણૂંક અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, નાયબ ચૂંટણી અધિકારી ભૂમિબેન કેશાવાલા સહિત વિવિધ અમલીકરણ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશ ઉપાધ્યાય
આ પણ વાંચો: Kutch : વાસુકી’ નાગના અસ્તિત્વને વૈજ્ઞાનિક સમર્થન!