Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabar Dairy Election Update: સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં વધુ એક આવ્યું વિઘ્ન

Sabar Dairy Election Update: આગામી તા.10 માર્ચના રોજ સાબર ડેરી (Sabar Dairy Election) ની ચૂંટણી યોજાનાર છે. જેમાં ચેરમેન શામળભાઈ બાલાભાઈ પટેલે બાયડ-1 માં ઉમેદવારી કરી છે.તેઓની સામે બાબુભાઈ મથુરભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવાર સામે ડેરીનો કાયદો તોડવાનો આરોપ...
08:27 PM Feb 23, 2024 IST | Aviraj Bagda
Saber Dairy's Board of Directors election has yet another setback

Sabar Dairy Election Update: આગામી તા.10 માર્ચના રોજ સાબર ડેરી (Sabar Dairy Election) ની ચૂંટણી યોજાનાર છે. જેમાં ચેરમેન શામળભાઈ બાલાભાઈ પટેલે બાયડ-1 માં ઉમેદવારી કરી છે.તેઓની સામે બાબુભાઈ મથુરભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી છે.

ઉમેદવાર સામે ડેરીનો કાયદો તોડવાનો આરોપ

ત્યારે ફોર્મ ચકાસણી દરમ્યાન બાબુભાઈ પટેલે વાંધો રજુ કરીને શામળભાઈ પટેલનું ફોર્મ રદ્દ કરવાની માંગણી કરી હતી.ચૂંટણી અધિકારીને લેખિત રજુઆત કરીને જણાવ્યું હતું કે ઉમેદવારી પત્ર ભરનાર શામળભાઈ બાલાભાઈ પટેલના પુત્રવધુ અને ભત્રીજા અંકલેશ્વરમાં ફેક્ટરી ધરાવે છે.પશુઓ માટેની દવાઓ સાબર ડેરીમાં સપ્લાય કરે છે.

ઉમેદવાર દ્વારા ડેરીમાંથી સીધો નફો મેળવવામાં આવતો

જેમાં શામળભાઈ પટેલની પુત્રવધુ અને ભત્રીજા કે જેઓ અંકલેશ્વર ખાતે સીટીઝન રેમેડીઝ નામની કંપની ચલાવે છે. જેને કારણે સાબર ડેરીના પેટા કાયદા મુજબ કોઈપણ ડીરેક્ટર કે તેમનો પરીવાર સંસ્થામાંથી સીધો કે આડકતરો લાભ મેળવી શકે નહિ.આમ ઉપરોક્ત કારણોસર તેમનું ફોર્મ રદ્દ કરવાની માંગણી કરતાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

આ મામલે ફરીયાદી હાઈકોર્ટનો દરવાજો ખખડાવી શકે છે

આ વાંધા અરજી ચૂંટણી અધિકારીએ ધ્યાને લઈ આવતીકાલે 11 વાગ્યે તેની મુદત રાખી છે. સરકારનું પ્રેશર નહીં આવે તો લગભગ શામળભાઈનું ફોર્મ રદ થવાની પુરી શક્યતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.જો ચૂંટણી અધિકારી દ્વારા આવતીકાલે શામળભાઈ બાલાભાઈ પટેલનું ફોર્મ રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવશે. તો તેઓને હાથે કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ સર્જાશે અને સાબર ડેરીમાં તેમનું મીંડું વળી જાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. તે ઉપરાંત આ મામલે હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરી શકાશે.

અહેવાલ યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો: Maharashtra Ultra Marathon: અલ્ટ્રા મેરાથોનમાં સુરતની મહીલાએ ગુજરાતનું નહીં પણ દેશભરમાં નામ રોશન કર્યું

Tags :
election commisionGujaratGujaratFirstObjectionparticipatingRule breakrulessabar dairySabar Dairy ElectionSabar Dairy Election UpdateSabarkanthaSabarkantha Collector
Next Article