Sabar Dairy Election: સાબર ડેરીના નિયામક મંડળની ચૂંટણી જુના પેટા કાયદા મુજબ યોજવા હાઇકોર્ટનો આદેશ
Sabar Dairy Election: સાબર ડેરી (Sabar Dairy) ના નિયામક મંડળની ચૂંટણીની આડે આવેલા તમામ કાયદાકીય વિધ્નો આજરોજ દૂર થઈ ગયા છે. જે મુજબ હાઇકોર્ટ (Gujarat High Court) ની ડબલ બેંચે સિંગલ બેન્ચના ચુકાદાને ગ્રાહ્ય રાખી જુના પેટા કાયદા મુજબ ચૂંટણી યોજવા માટે આદેશ કર્યો છે.
- ભાજપ સાબરડેરીની ચૂંટણી માટે મેન્ડેટ કોને આપે છે
- સિંગલ બેન્ચે જુના પેટા કાયદા મુજબ નિર્દેશ કર્યો
- સિંગલ જજનો ચુકાદો ચિફ જસ્ટીસએ ગ્રાહ્ય રાખ્યો
ભાજપ સાબરડેરીની ચૂંટણી માટે મેન્ડેટ કોને આપે છે
આગામી દિવસોમાં ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ થયા બાદ સાબર ડેરી (Sabar Dairy) ની ચૂંટણીનો જંગ જામી શકે છે. જોકે છેલ્લી ઘડીએ ભાજપ સાબરડેરી (Sabar Dairy) ની ચૂંટણી માટે મેન્ડેટ કોને આપે છે. તેના પર ચૂંટણીનો મદાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ (Chief Justice Sunita Agrawal) એ સાબરડેરી (Sabar Dairy) ની ચૂંટણી મામલે ચૂંટણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ પગલાં લેવાની પોતાના ચુકાદામાં નોંધ કરી છે.
સિંગલ બેન્ચે જુના પેટા કાયદા મુજબ નિર્દેશ કર્યો
સાબરડેરી (Sabar Dairy) નિયામક મંડળ દ્વારા સાબરડેરી (Sabar Dairy) ની ચૂંટણી નવા સુધારેલા પેટા કાયદા મુજબ યોજવી જોઈએ. તો સામા પક્ષે જુના કાયદા મુજબ યોજવા માટે હિંમતનગર તાલુકાના વાસણા દૂધ મંડળીના ચેરમેન રણજીતસિંહ સોલંકી હાઇકોર્ટ (Gujarat High Court) માં રીટ કરી હતી. હાઈકોર્ટે સિંગલ બેન્ચે પણ જુના પેટા કાયદા મુજબ દિશા નિર્દેશ કર્યો હતો.
સિંગલ જજનો ચુકાદો ચિફ જસ્ટીસએ ગ્રાહ્ય રાખ્યો
તેમ છતાં અરજદારને સંતોષ ના થાય તો ડબલ બેંચમાં જવાનો વિકલ્પ આપ્યો હતો. જેથી આજરોજ ડબલ બેન્ચે સુનાવણી (Gujarat High Court) યોજાઈ હતી. જેમાં સિંગલ જજનો ચુકાદો ચિફ જસ્ટીસ એ ગ્રાહ્ય રાખ્યો હતો. જેથી હવે મતદાનના દિવસે મતદાર યાદીમાં નોંધાયેલા તમામ મતદારોને 16 મત આપવાના રહેશે. ઉલ્લેખનીય છે કે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી થયા બાદ માન્ય અને અમાન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધિ થશે.
અહેવાલ યશ ઉપાધ્યાય
આ પણ વાંચો: Cadila Pharma Case: પુરાવાના અભાવે કેડીલા ફાર્માના માલિકને દુષ્કર્મના કેસમાં મળી ક્લીનચીટ