ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Sabar Dairy Election: સાબરડેરીની ચૂંટણી સંદર્ભે ગુજરાત હાઈકોર્ટની ડબલ બેચમાં PIL દાખલ કરાઈ

Sabar Dairy Election: સાબરડેરી નિયામક મંડળની ચુંટણી સંદર્ભે બુધવારે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ મુદ્દત પૂર્ણ થઈ છે. ત્યારે સાબરડેરીએ જુના પેટાકાયદા મુજબ ચુંટણી યોજવાની માંગ સાથે હાઈકોર્ટની ડબલ બેચમાં PIL દાખલ કરી દીધી છે. અંતિમ દિવસે કુલ ૧૩૧ ઉમેદવારી પત્રો...
12:08 AM Feb 22, 2024 IST | Aviraj Bagda
A PIL was filed in the double batch of the Gujarat High Court regarding the Sabarderi elections

Sabar Dairy Election: સાબરડેરી નિયામક મંડળની ચુંટણી સંદર્ભે બુધવારે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ મુદ્દત પૂર્ણ થઈ છે. ત્યારે સાબરડેરીએ જુના પેટાકાયદા મુજબ ચુંટણી યોજવાની માંગ સાથે હાઈકોર્ટની ડબલ બેચમાં PIL દાખલ કરી દીધી છે.

અંતિમ દિવસે કુલ ૧૩૧ ઉમેદવારી પત્રો ભરાઈ ચુકયા

તે દરમ્યાન અંતિમ દિવસે કુલ ૧૩૧ ઉમેદવારી પત્રો ભરાઈ ચુકયા છે. ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે બુધવારે હિંમતનગર પ્રાંત કચેરીમાં ઉમેદવારો અને ટેકેદારોનો ભારે ધસારો રહયો હતો. ભરાયેલા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ર૩ ફેબ્રુઆરીના રોજ કરાયા બાદ માન્ય ઉમેદવારોની યાદી ર૬ ફેબ્રુઆરીએ જાહેર થશે. તે પછી સાબરડેરીની ચુંટણીનો જંગ જામે તેવા એંધાણ વર્તાઈ રહયા છે.

ડબલ બેચમાં 22 ફેબ્રુ. એ સુનાવણી થવાની શકયતા

તો બીજી તરફ નવા પેટાકાયદા મુજબ ચુંટણી યોજવાની માંગ સાથે હિંમતનગર તાલુકાના એક દુધ મંડળીના ચેરમેને હાઈકોર્ટમાં રીટ કરી હતી. જેનો અંશતઃ ચુકાદો આવી ગયો છે. તેમાં હાઈકોર્ટના ન્યાયાધિશે અરજદારને ડબલ બેચમાં જવાનો વિકલ્પ આપ્યો હતો. જો કે ડબલ બેચમાં 22 ફેબ્રુ. એ સુનાવણી થવાની શકયતા છે. ત્યારે આ PLI ને ન્યાયાધિશ ધ્યાનમાં રાખી સહકારી કાયદાના નિયમોનો અભ્યાસ કર્યા બાદ ચુકાદો આપે તેવું મનાઈ રહયુ છે.

અંતિમ દિવસે ડિરેકટર પદ માટે વધુ ૪૭ ઉમેદવારી પત્રો ભરાયા

દરમ્યાન હિંમતનગર પ્રાંત અને ચુંટણી અધિકારી દ્વારા સાબરડેરીના નિયામક મંડળની ચુંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ કરાયા બાદ બંને જિલ્લાના સહકારી રાજકારણમાં દોડધામ મચી ગઈ હતી. તા.૧ર થી ર૧ ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરવાની મુદ્દત હતી જે મુજબ બુધવારે અંતિમ દિવસે ડિરેકટર પદ માટે વધુ ૪૭ ઉમેદવારી પત્રો ભરાયા છે. તેથી હવે ઉમેદવારી પત્રોની કુલ સંખ્યા ૧૩૧ થઈ છે.

અગ્રણીઓએ પેનલ બનાવવાનું આયોજન પણ શરૂ કરી દીધુ

ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તા.ર૩ ફેબ્રુઆરીએ કરાયા બાદ ચુંટણીધિકારી દ્વારા માન્ય અને અમાન્ય ઉમેદવારોની યાદી તા.ર૬ ફેબ્રુઆરીના રોજ પ્રસિધ્ધ થશે. ઉમેદવારી પત્રો ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ બંને જિલ્લાના અગ્રણીઓએ પેનલ બનાવવાનું આયોજન પણ શરૂ કરી દીધુ છે. જેથી સાબરડેરીની ચુંટણીમાં કેટલી પેનલો અથવા તો અપક્ષ હશે તેના માટે રાહ જોવી રહી.

અહેવાલ યશ ઉપાધ્યાય

આ પણ વાંચો: Ayurvedic balm: ક્ચ્છ યુનિવર્સિટીના સંશોધક ટીમે પંચગવ્ય આધારિત સંપૂર્ણ નેચલર બામ બનાવ્યું

Tags :
ElectionGujaratGujarat High CourtGujaratFirstHigh Courtsabar dairySabar Dairy ElectionSabarkantha
Next Article