Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajya Sabha Chairman:રાજ્યસભાના ચેરમેને11વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો રદ્દ

Rajya Sabha Chairman: સંસદમાં સુરક્ષા સંબંધિત ઉલ્લંઘનની ઘટનામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગને લઈ વિરોધ પ્રદર્શન કરવા બદલ ગયા મહિને સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભા (Rajya Sabha Chairman) તથા લોકસભાના સભ્યો સહિત 146 સાંસદોને સંસ્પેન્ડ કર્યાં હતા.  ...
rajya sabha chairman રાજ્યસભાના ચેરમેને11વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો રદ્દ

Rajya Sabha Chairman: સંસદમાં સુરક્ષા સંબંધિત ઉલ્લંઘનની ઘટનામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નિવેદનની માંગને લઈ વિરોધ પ્રદર્શન કરવા બદલ ગયા મહિને સંસદના શિયાળુ સત્ર દરમિયાન રાજ્યસભા (Rajya Sabha Chairman) તથા લોકસભાના સભ્યો સહિત 146 સાંસદોને સંસ્પેન્ડ કર્યાં હતા.

Advertisement

દરમિયાન રાજ્યસભાના ચેરમેન (Rajya Sabha Chairman )જગદીપ ધનખડે એવા 11 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય રદ્દ કર્યો છે કે જેમાં ગૃહની પેનલે વિશેષાધિકારના ઉલ્લંઘન બદલ દોષિત ઠરાવવામાં આવ્યા હતા. રાજ્યસભાના ચેરમેને આ સાંસદોનું સસ્પેન્શન રદ્દ કરતાં હવે આવતીકાલથી ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકશે.

Advertisement

મંગળવારે જગદીપે તમામ 11 સભ્યોના સસ્પેન્શનને હટાવી દેવા માટે પોતાના અધિકારનો ઉપયોગ કર્યો હતો, જેને પગલે 31મી જાન્યુઆરીના રોજ બજેટ સત્રના ઉદઘાટન દિવસ દરમિયાન રાષ્ટ્રપતિના વિશેષ સંબોધનમાં તેમને ભાગ લેવાની મંજૂરી મળી ગઈ છે.જે 11 સાંસદોનું સસ્પેન્શન રદ્દ કરવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસના જેબી માથેર, એલ હનુમંથૈયા, નીરજ ડાંગી, રાજમણિ પટેલ, કુમાર કેતકર તથા જીસી ચંદ્રશેખર, સીપીઆઈના બિનોય વિશ્વમ તથા પી.સંદોશ કુમાર, ડીએમકેના મોહમ્મદ અબ્દુલ્લા તથા સીપીઆઈએમના જોન બ્રિટાસ અને એએ રહિમનો સમાવેશ થાય છે. જેને  લઈને  રાજ્ય સભામાં કાર્યવાહી  કરવામાં  આવી  હતી

Advertisement

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે તેમના સંબોધનમાં કહ્યું કે, ગુજરાતની પ્રગતિ દ્વારા દેશની પ્રગતિ છે. અને આ 10 વર્ષમાં દેશમાં ખૂબ જ સારો વિકાસ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ આપેલા બધા જ વચનો પાર્ટીએ પૂરા કર્યા છે. એનું જ એક ઉદાહરણ છે કે થોડા દિવસો પહેલા જ આખો દેશ રામમય બન્યા હતા. જેમાં દુનિયાના શ્રેષ્ઠ મંદિરો પૈકી રામ મંદિરનું નિર્માણ થયું છે.

આ  પણ  વાંચો - Accident : પૂર્વ કેન્દ્રીય મંત્રી પુત્રને નડ્યો અકસ્માત, પુત્રવધૂનું ઘટના સ્થળે મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.