Rajkot : ગઈકાલે રૂપાલાએ પાટીદાર ઉદ્યોગપતિ, વેપારીઓ સાથે બેઠક કરી, આજે રાજવીઓની ચિંતન બેઠક!
લોકસભા ચૂંટણીના (Lok Sabha elections) માહોલ વચ્ચે રાજકોટ (Rajkot) લોકસભા બેઠકને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગઈકાલે રાજકોટ બેઠક પરથી BJP ના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) લેઉઆ પાટીદારો સાથે મહત્ત્વની બેઠક કરી હતી ત્યારે બીજી તરફ રાજકોટમાં જ ક્ષત્રિય આંદોલન વચ્ચે આજે રાજવીઓની પણ ખાસ બેઠક મળી શકે છે. આ બેઠક રાજવી માંધાતાસિંહ જાડેજાએ (Mandhatasinh Jadeja) બોલાવી હોવાનું અને બેઠકમાં પરશોત્તમ રૂપાલાને સમર્થન અંગે ચર્ચા થઈ શકે તેવી માહિતી છે.
રાજકોટ ખાતે આયોજિત વેપાર ઉદ્યોગ મહાધિવેશનમાં ઉપસ્થિત રહીને રાજકોટના ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને મતદાન માટે અપીલ કરી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓએ ભાજપને આપેલા સમર્થન માટે આભાર વ્યક્ત કરું છું. pic.twitter.com/SBXmMyj05G
— Parshottam Rupala (मोदी का परिवार) (@PRupala) May 1, 2024
રૂપાલાની પાટીદાર ઉધોગપતિઓ, વેપારીઓ સાથે બેઠક
ગુજરાતની સૌથી ચર્ચિત રાજકોટ (Rajkot) લોકસભા બેઠક પરના BJP ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ ગઈકાલે લેઉઆ પાટીદારો અગ્રણીઓ સાથે મહત્ત્વની બેઠક કરી હતી. અહેવાલ અનુસાર, જાણીતા ઉદ્યોગપતિ ચંદુભાઈ વિરાણીના (Chandubhai Virani) ઘરે યોજાયેલ આ બેઠકમાં ઉધોગપતિઓ, વેપારીઓ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં વિઠ્ઠલભાઈ ધડુક, વલ્લભભાઈ સતાણી, દુષ્યંતભાઈ ટીલાળા, આકાશ વેકરીયા, શંભુભાઈ પરસાણા, કિશોરભાઈ પાંભર અને પરેશ ગજેરા સહિતના અનેક ઉધોગપતિઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા કરાઈ હોવાની માહિતી છે.
આજે રાજવીઓની રાષ્ટ્ર પ્રથમ ચિંતન બેઠક
બીજી તરફ ક્ષત્રિય સમાજ આંદોલન વચ્ચે આજે રાજકોટમાં જ રાજવીઓની મહત્ત્વની બેઠક પણ યોજાઈ શકે છે. રાજવી માંધાતાસિંહ જાડેજાએ રણજીતવિલાસ પેલેસ ખાતે આ મહત્ત્વની બેઠકનું આયોજન કર્યું છે. બેઠકમાં ગુજરાત સૌરાષ્ટ્રના રજવાડાઓના રાજવીઓ હાજરી આપી શકે છે. બેઠકનું નામ રાષ્ટ્ર પ્રથમ ચિંતન રાખવામાં આવ્યું છે. આ મહત્ત્વની બેઠકમાં પરશોત્તમ રૂપાલાના (Parshottam Rupala) સમર્થન અંગે ચર્ચા થઈ શકે છે.
આ પણ વાંચો - PM Modi In Gujarat : જનસભાઓ સંબોધ્યા બાદ PM મોદીએ અગ્રણીઓ સાથે કરી મહત્ત્વની બેઠક, જુઓ Photos
આ પણ વાંચો - Gandhinagar : માણસામાં ક્ષત્રિયોનું મહાસંમેલન, આગેવાનોએ કરી આ ખાસ અપીલ!