Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : રીજીયોનલ સાયન્સ સેન્ટર ઉજવી રહ્યું છે ’વર્લ્ડ સ્પેસ વીક’ ના ભાગ રૂપે ''સુપર સન્ડે''

અહેવાલ -રહીમ લાખાણી -રાજકોટ    રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૮ ઓકટોબરે ‘‘સુપર સન્ડે’’ અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે. આજ સુધીમાં આ સેન્ટરની ૧,૪૦,૦૦૦થી પણ વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) અને...
08:15 AM Oct 06, 2023 IST | Hiren Dave

અહેવાલ -રહીમ લાખાણી -રાજકોટ 

 

રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ૮ ઓકટોબરે ‘‘સુપર સન્ડે’’ અન્વયે વિવિધ કાર્યક્રમો યોજાશે. આજ સુધીમાં આ સેન્ટરની ૧,૪૦,૦૦૦થી પણ વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઈસરો) અને સાયન્સ સીટી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે યોજાનારા ભારતના સૌથી મોટા ‘વર્લ્ડ સ્પેસ વીક’ની ઉજવણીના ભાગરૂપે રવિવારે તા. ૦૮/૧૦/૨૦૨૩ના રોજ 'સુપર સન્ડે' અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, ગુજરાતમાં પાટણ, ભાવનગર અને ભુજ જેવા રિજિયોનલ સાયન્સ સેન્ટર અને તમામ લોકવિજ્ઞાન કેન્દ્રોમાં પણ આ ઉજવણી કરવામાં આવશે.

 

દર વર્ષે ૪ થી ૧૦ ઓક્ટોબર દરમિયાન વર્લ્ડ સ્પેસ વીકની ઉજવણીની વર્ષ 2023ની થીમ 'સ્પેસ અને ઉદ્યોગ સાહસિકતા' છે. ૪ ઓક્ટોબર ૧૯૫૭માં સૌ પ્રથમ વાર માનવ નિર્મિત ઉપગ્રહ ''સ્પૂતનિક 1'ને અવકાશમાં તરતો મૂકાવાની અને ૧૦ ઓક્ટોબર ૧૯૬૭માં ચંદ્ર અને અન્ય અવકાશી પદાર્થો સહિત બાહ્ય અવકાશના અન્વેષણ અને શાંતિપૂર્ણ ઉપયોગોમાં રાજ્યોની પ્રવૃત્તિઓને સંચાલિત કરતા સિદ્ધાંતો પરની સંધિ પર થયેલા હસ્તાક્ષરની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

'સુપર સન્ડે -વર્લ્ડ સ્પેસ વીક'ની ઉજવણી દરમ્યાન સવારના ભાગમાં ISRO ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘ગગનયાન’ પર સવારે 10 થી 0૧:૦૦ દરમ્યાન એક્સપર્ટ ટોક યોજાશે. સાંજે ૦૬:૦૦ થી ૦૭:૦૦ દરમ્યાન ૬ વર્ષથી નાના બાળકો માટે સ્પેસ થીમ પર આધારિત ''સ્પેસ પરેડ'' - ફેન્સી ડ્રેસ કોમ્પીટીશન, ''પેપર રોકેટ ફ્લાઈન્ગ,પેપર પ્લેન મેકિંગ તથા સાંજે 'આકાશ દર્શન' જેવા કાર્યક્રમો પણ યોજાશે. આ બધી જ પ્રવૃત્તિઓમાં સેન્ટરની એન્ટ્રી ફી અને પાર્કિંગ ફી જે તે દિવસના નિયત દર મુજબ ચુકવીને કોઈ પણ વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્પેસ એન્થુઝિઆસ્ટ અને સામાન્ય લોકો વિના મુલ્યે ભાગ લઇ શકે છે. આ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ઇચ્છુક મુલાકાતીઓએ ગૂગલ ફોર્મ bit.ly/RegWSW2023

પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહે છે, આ ઉપરાંત શુક્રવાર તથા શનિવારે 'પેપર રોકેટ ફલાઈગ', રોજ સાંજે 'સ્પેસ મુવી શો', 'પેપર પ્લેન મેકિંગ' જેવી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવશે, જેમાં રાજકોટના વિજ્ઞાનપ્રેમી નાગરિકોને સહભાગી થવા પ્રોનુકટ ડાયરેકટરશ્રી સુમીત વ્યાસ દ્વારા જણાવવામાં  આવ્યું હતું...

આ  પણ  વાંચો-ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનો નાટ્યક્ષેત્રનો ગૌરવ પુરસ્કાર નિર્લોક પરમારને એનાયત

Tags :
RAJKOTRegional Science CenterSuper Sunday'World Space Week
Next Article