Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot Rape Case: જસદણ તાલુકામાં હૃદય કંપાવતી ઘટના, સગીર ભાઈએ જ આચર્યું દુષ્કર્મ

Rajkot Rape Case: દેશ અને રાજ્યોમાં સરકાર દ્વારા દુષ્કર્મને લઈ અનેક કાયદાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમ છતાં આપણે જાણીએ છીએ કે દેશના કોઈ પણ ખૂણેથી અવાર-નવાર મહિલા સાથે દુષ્કર્મના કેસ સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર ગુજરાત રાજ્યના...
08:16 PM Mar 14, 2024 IST | Aviraj Bagda
Rajkot Rape Case

Rajkot Rape Case: દેશ અને રાજ્યોમાં સરકાર દ્વારા દુષ્કર્મને લઈ અનેક કાયદાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમ છતાં આપણે જાણીએ છીએ કે દેશના કોઈ પણ ખૂણેથી અવાર-નવાર મહિલા સાથે દુષ્કર્મના કેસ સામે આવતા હોય છે. ત્યારે ફરી એકવાર ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાંથી જસદણ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે.

રાજકોટના જસદણ તાલુકામાંથી સગીરા સાથે હ્રદય કંપાવી નાખે તેવી ઘટના સામે આવી છે. 13 વર્ષની સગીરા પર કૌટુંબિક ભાઈ દ્વારા અનેક વખત દુષ્કર્મ કરવામાં આવ્યું. સગીર ભાઈ ઘરમાં એકલતાનો ફાયદો લઈને 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ કરતો હતો. જોકે આ સગીરાના ભાઈ દ્વારા કરેલા કુકર્મની જાણ કાકાને થઈ ગઈ હતી.

સગીરના કાકા દ્વારા સગીરાનો ગર્ભપાત કરવામાં આવ્યો

પરંતુ ત્યારે સગીરાને ગર્ભ રહી ગયો હતો. ત્યારે સગીર ભાઈને બચાવવા માટે પુરાવાને નાશ કરવામાં આવ્યા હતા. તેથી સગીરના કાકા દ્વારા સગીરાનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો. જસદણ તાલુકામાં આવેલી એક ક્લીનીકમાં સગીરાનો ગર્ભપાત કરવામાં આવ્યો હતો.

પાલીસે કાકા અને સગીરની કરી ધકરપકડ

ત્યારે સમગ્ર મામલે સગીરાએ હિંમત બતાવી માતા-પિતાને જાણ કરી હતી. ત્યારે સગીર, તેના કાકા અને ક્લીનીક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે પોલીસ દ્વારા કાકા અને સગીરની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Students Awareness: વિદ્યાર્થીનીઓ જીવના જોખમે છકડામાં મુસાફરી કરી શાળાએ જવા મજબૂર

આ પણ વાંચો: Dhrangadhra Bank Crime: બેંકના મેનેજરે કંપનીના માલિક સાથે મળી આટલા લાખની કરી ઉચાપત

આ પણ વાંચો: Vadodara Riots: વડોદરાના એકતાનગરમાં બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો, 10 લોકો થયા ઘાયલ

Next Article